Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ચકલાસી પોલીસે કણજરી ચોકડી નજીકથી ટેમ્પામાં ગુપ્તખાનું બનાવીને લઇ જવાતો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો: 1.86 લાખનો જથ્થો ઝડપવામાં આવ્યો

ખેડા:ચકલાસી પોલીસે કણજરી ચોકડી પાસે આવેલ એક હોટલ નજીકથી ટેમ્પામાં ગુપ્ત ખાનું બનાવીને લવાયેલો ૧.૮૬ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ ચકલાસી પોલીસમાં એવી માહિતી મળી હતી કે ને.હા નં ૮ પર કણજરી ચોકડી પાસે બાપુનો ઓટલો હોટલ પાસે ટાટા ૪૦૭ ટેમ્પો નં જીજે ૧૭ યુયુ ૧૭૪૨માં વિદેશી દારૂનો જથ્થો છે. જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતાં ટેમ્પામાં કોઈ વ્યક્તિ મળ્યો ન હતો. પરંતુ પોલીસે ટેમ્પાની તલાશી લેતાં ડ્રાઈવરની સીટ પાછળ એક ગુપ્ત ખાનુ બનાવ્યુ હતુ. 

(5:48 pm IST)