Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

આણંદ જિલ્લામાં ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડા: 42 પતા પ્રેમીઓની 25 હજારની રોકડ સાથે રંગે હાથે ધરપકડ

આણંદ:જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહાર ખીલી છી છે ત્યારે પોલીસે પણ દરોડાઓ પાડીને તીન પત્તીનો જુગાર રમતાં શખ્સોને ઝડપી પાડીને તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુલ ૭ જગ્યાઓએ પોલીસે છાપાઓ મારીને ૪૨ શખ્સોને ઝડપી પાડી કુલ ૨૫ હજાર ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મેઘવા ભાલેજ પોલીસે મેઘવા ગામની હાઈસ્કુલ પાછળ છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં જગદીશભાઈ ઉદેસિંહ વાઘેલા, દલપતભાઈ દુલસિંગભાઈ પરમાર, અલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ, વિજયભાઈ રમણભાઈ પટેલ, પ્રવિણભાઈ રમેશભાઈ વાઘેલા અને અલ્પેશભાઈ વિનુભાઈ વાઘેલાને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૧૧૪૦ જપ્ત કર્યા હતા. ફતેપુરા ફતેપુરા ગામના નવા ફળિયામાં ભાલેજ પોલીસે દરોડો પાડીને ભીખાભાઈ વાઘાભાઈ ઠાકોર, હિતેશભાઈ દિનેશભાઈ ઠાકોર, જીગ્નેશભાઈ નટુભાઈ ઠાકોર, કિશનભાઈ પ્રવિણભાઈ ઠાકોર અને ભરતભાઈ ઉદાભાઈ ઠાકોરને રોકડા ૧૦૮૦ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા. 

(5:46 pm IST)