Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

વડોદરા: મનપા દ્વારા ટીપી સ્કીમના ખર્ચે બનાવવામાં આવળે 250 કરોડના મકાનની હરાજી કરવામાં આવશે: વેચાણનો અંક 133 કરોડ આંકવામાં આવ્યો

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટીપી સ્કીમના ૪૬ પ્લોટો જાહેર હરાજીથી વેચવાની છે અને આ વર્ષે જમીન વેચાણનો રૂ.૧૩૩ કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં રૂ.૨૫૦ કરોડની કિંમતના ૧૪ પ્લોટોની જાહેર હરાજી વડોદરા કોર્પોરેશન ખાતે તા.૨૨ના રોજ બપોરે કરવામાં આવશે.

જે ૧૪ પ્લોટો છે તેની જમીનનું કુલ ક્ષેત્રફળ આશરે ૬૦ હજાર ચોરસ મીટર છે. વાઘોડિયા રોડ પર સૂર્યનગર બસસ્ટેન્ડ પાસે ૨૮૮૧ ચો.મીટરનો એક પ્લોટ કોમ્યુનિટિ હોલ માટે અનામત છે. આ પ્લોટની પણ હરાજી કરવાની હતી, પરંતુ કોર્પોરેશને અગાઉ કેટલાક પ્લોટ ગરબાના હેતુ માટે રાખ્યા હતા અને વેચવા નહીં તેવો ઠરાવ કર્યો હતો. આમ છતાં પ્લોટ વેચવા કાઢતા તેનો વિરોધ થયો હતો અને ઠરાવના ઉલ્લંધનનો મુદ્દો ડભોઇના ધારાસભ્યે ઊઠાવતા આ પ્લોટની હરાજી રાખી નથી. 

(5:42 pm IST)