Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

વડોદરામાં જુદી જુદી 6 સુપરમાર્કેટમાં સીધા કંપનીઓ સાથે ખરીદી કરતા 5હજાર લોકોની રોજગારી પર સંકટ ઉભું થયું: લોકોની રોજગારી જોખમમાં મુકાઈ

વડોદરા:દેશના વિવિધ શહેરોની સાથે વડોદરા શહેરમાં છ સુપર માર્કેટ  ધરાવતી દેશની સુપર માર્કેટ કંપનીએ વડોદરાના ડિસ્ટ્રીબ્યુટર્સને બાજુ પર મુકીને સીધી  જ કંપનીઓ પાસેથી ખરીદી કરવાની નીતિ અમલમાં મુકતા વડોદરામાં લગભગ ૫૦૦૦ લોકોની રોજગારી પર જોખમ સર્જાયુ છે.

આ નીતિનો વિરોધ કરવા માટે છેલ્લા બે દિવસથી વડોદરાના એફએમસીજી(ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર્સ ગૂડસ) ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા કંપનીનો બહિષ્કાર કરીને તેને વિવિધ વસ્તુઓનો પૂરવઠો પૂરો પાડવાનુ બંધ કરી દેવાયુ છે.

(5:41 pm IST)