Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

પૂજય બાપજીએ સત્સંગ પ્રવૃતિનો વિસ્તાર કરી ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છેઃ વિજયભાઈ રૂપાણી દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા  (SMVS) ના સંસ્થાપક પરમ પૂજય શ્રી દેવનંદનદાસજીના ( ગુરુવર્ય પરમ પૂજય બાપજી ) નિધન પર શ્રદ્ઘાંજલિ પાઠવી છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, પરમ પૂજય બાપજીએ સત્સંગ પ્રવૃતિનો વિસ્તાર કરી ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરમકૃપાળુ સ્વામિનારાયણ ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાર્થના કરી છે . સૌ હરિભકતોને જય સ્વામિનારાયણ.... સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા  (SMVS) ના સંસ્થાપક પરમ પૂજય શ્રી દેવનંદનદાસજી ( ગુરુવર્ય પરમ પૂજય બાપજી ) સાથેના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંસ્મરણો વાગોળ્યા હતા. તસ્વીરમાં પૂ. સ્વામીશ્રી બાપુજી સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ફાઈલ ફોટો

(2:25 pm IST)
  • એર ઇન્ડિયાએ પેમેન્ટ ન ચૂકવતા ઓઇલ કંપનીઓએ ૬ એરપોર્ટ ઉપર ઇંધણ આપવાનું બંધ કર્યું : રાચી, મોહાલી, પટના, વિશાખાપટ્ટનમ, પુણે તથા કોચીમાં ઓએમસીએ ઇંધણ દેવાનું બંધ કર્યું : નાણાં ન ચુકવતા ઇંધણ આપવાનું બંધઃ ૬ એરપોર્ટ : ઉપર કંપનીઓએ ઇંધણ આપવાનું બંધ કર્યું access_time 3:17 pm IST

  • મહાન બેટ્સમેન વિવિયન રિચડ્ર્સે વિરાટ કોહલીને કહ્યું... : મારા જેવું જ પેશન હું તારામાં જોઈ શકું છું access_time 1:24 pm IST

  • ત્રણ તલ્લાક કાનૂનના વિરોધમાં જમિયત ઉલેમા એ હિન્દે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી ;અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમકોર્ટ એકસાથે ત્રણ તલ્લકને અમાન્ય કરી ચૂક્યું છે ત્યારે કાનૂનની જરૂરત નથી ; અરજીમાં જણાવ્યું છે કે પતિના જેલમાં જવાથી પત્નીની મદદ થશે નહીં :બેદરકારીથી જીવ લેવા જેવા અપરાધની સજા બે વર્ષ છે અને તલ્લાક માટે ત્રણ વર્ષની સજા છે access_time 1:08 am IST