Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

શાંતિ બિઝનેસ સ્કૂલમાં 'અપ-સ્કીલિંગ ઈન ન્યુ નોર્મલ' વિષય પર વાર્તાલાપ

અમદાવાદ તા. ૨૩: અમદાવાદમાં આવેલ ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા 'શાંતિઙ્ગ બિઝનેસઙ્ગ સ્કૂલ' (એસ.બી.એસ ) દ્વારા વિદ્યાર્થીઓઙ્ગ માટે 'થોટ લીડર્સ સ્પિક સિરીઝ' અંતર્ગત 'અપ-સ્કીલિંગ ઈન ન્યુ નોર્મલ' વિષય પર લેકચર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પ્રસિધ્ધ માર્કેટિંગ અને કોર્પોરેટ મેનેજમેન્ટ લિડરઙ્ગ ભાસ્કર દાસ દ્વારા ઉપરોકત વિષય પર પ્રવચનઙ્ગ આપવામાં આવ્યુ હતું.ઙ્ગ ભાસ્કર દાસે પોતાના  ૩૫થી વધુ વર્ષના માર્કેટિંગ અનેઙ્ગ કોર્પોરેટઙ્ગ મેનેજમેન્ટઙ્ગ અંગેના જ્ઞાનઙ્ગ અનેઙ્ગ અનુભવ  વિદ્યાર્થીઓઙ્ગ સાથે શેર કર્યાઙ્ગ હતા, તેમજઙ્ગ માર્કેટ અને કોર્પોરેટ ક્ષેત્રે આવતા ચઢાવ- ઉતાર તેમજ મંદી અનેઙ્ગ તે પછીના સમયે પોતાનાઙ્ગ વ્યવસાયિકઙ્ગ કૌશલ્યમાં વધારો કરી કેવીઙ્ગ રીતેઙ્ગ પોતાનાઙ્ગ કાર્યક્ષેત્રમાં ટકીઙ્ગ રહેવુંઙ્ગ જોઈએ તેઙ્ગ વિષયઙ્ગ પરઙ્ગ માર્ગદર્શનઙ્ગ આપ્યુંઙ્ગ હતું. વધુમાં ભાસ્કર દાસેઙ્ગ ટેકનોલોજીમાં થતા ફેરફારો બજારમાં સતત પરિવર્તન લાવે છે અનેઙ્ગ ગ્રાહકોની વર્તુણકમા પણ બદલાવ આવે છે તેઙ્ગ વિશે વાત કરી. તેઓએ વધુમાંઙ્ગ જણાવ્યુંકે ઘણી નોકરીઓ અને ઉદ્યોગો કે જે આજે વિકસિત થઈ રહ્યા છે,તેઙ્ગ ટૂંક સમયમાં અપ્રચલિત થઈ શકે છે. રોજગાર માટે લાયક રહેવાનો એકમાત્ર રસ્તો એ છે કે ઉદ્યોગ જગતના બદલાવની અપેક્ષા પ્રમાણે તેને સંબંધિત જ્ઞાન અને માહિતીથી સજ્જ થવું. આ કાર્યક્રમમાં પી.જી.ડી.એમ અનેઙ્ગ પી.જી.ડી.એમ.સી.ના લગભગઙ્ગ ૩૫૦થી વધારેઙ્ગ વિદ્યાર્થીઓએઙ્ગ ભાગઙ્ગ લીધો હતો.

(1:35 pm IST)