Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

વિધાનસભા ચૂંટણી કેસમાં ભુપેન્દ્રસિંહ ચૂડાસમા સામે સમન્સ ઈશ્યુ:27મીએ હાઇકોર્ટમાં હાજર રહેવા આદેશ

કોંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા જીતને રદ કરતી અરજી કરાઈ

ગાંધીનગર :શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ  ચૂડાસમા જીતને પડકારતી રિટ મુદ્દે હાઇકોર્ટે ભુપેન્દ્રસિંહ  ચૂડાસમા સામે સમન્સ ઈશ્યુ કર્યું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા જીતને રદ કરતી અરજી કરાઈ છે હાઈકોર્ટે ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદના કેસમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને 27મી ઓગસ્ટ હાજર રહેવા આદેશ કર્યો છે. 

 ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં  ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્રસિંહ  ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી

(1:32 pm IST)