Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અમદાવાદ રેલ્વે સ્ટેશનથી વધુ એક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

સફાઈકર્મીને ડબ્બામાં સીટ નીચેથી બાળકી મળતા પોલીસને જાણ કરી

અમદાવાદ રેલ્વે સ્ટેશનથી વધુ એક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી છે

અમદાવાદ રેલવે સ્ટેશને સાબરમતી-પાટણની ડેમુ ટ્રેન સાબરમતી ધર્મનગર રેલવે સ્ટેશન પર આવીને ઉભી હતી.ત્યારે રેલવેના મહિલા સફાઈ કર્મી ટ્રેનમાં સફાઈ કરતા હતા. તે સમયે ત્રીજા ડબ્બામાં સીટ નીચેથી એક નવજાત બાળકી મળી હતી. જે બાદ મહિલા સફાઈ કર્મીએ આ અંગે પોલીસને જાણ કરી હતી સાબરમતી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી હતી.

(11:27 pm IST)