Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુરતની યુવતીની વૈશ્વિક સિદ્ધિ : પ્રેક્ષા અગ્રવાલને મલેશિયામાં જવેલરી ડિઝાઇનનો બેસ્ટ એવોર્ડ મળ્યો

સમગ્ર વિશ્વમાંથી એક હજારથી વધુ એન્ટ્રી :પ્રેક્ષાને સેકન્ડ એવોર્ડ ;પહેલો એવોર્ડ ઈરાનની યુવતીને મળ્યો

સુરતની યુવતીએ જવેલરી ડિઝાઇન શ્રેત્રે વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. સુરતની 21 વર્ષીય યુવતી પ્રેક્ષા અગ્રવાલે મલેશિયામાં યોજાયેલ જેમ એન્ડ જવેલરી ફેર 2019માં જ્વેલરી ડિઝાઇનનો સેકન્ડ બેસ્ટ ઍવોર્ડ હાંસલ કર્યો છે આ એવોર્ડ માટે સમગ્ર વિશ્વમાંથી 1 હજારથી વધુ એન્ટ્રી આવી હતી જેમાંથી પ્રેક્ષાએ બાજી મારી હતી. જ્યારે પહેલો એવોર્ડ ઇરાનની યુવતીને મળ્યો હતો.

  મલેશિયામાં વર્ષ 2019નો જવેલરી ડિઝાઇન એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં દેશમાંથી મુંબઈ , પૂણે , દિલ્હી , બેંગલુરૂ , જેવા મોટા શહેરોમાંથી પણ અરજીઓ મોકલવામા આવી હતી. આવીજ એક અરજી સુરતની પ્રેક્ષા અગ્રવાલે પણ મોકલી હતી. પ્રેક્ષાએ અભ્યાસે બી.બી.એ પાસ કર્યું છે અને પોતાના શોખ તરીકે જવેલરી ડિઝાઇન કરવાની શરૂઆત કરી હતી

   ત્રણ વર્ષ પહેલાં શરૂ કરેલી આ કામગીરી બાદ તે જવેલરીના વધુ અભ્યાસ માટે લંડન અને દુબઇ પણ ગઇ હતી. જવેલરી ડિઝાઇનમાં મહારથ હાસલ કર્યા બાદ પ્રેક્ષાએ ઇન્ટરનેશનલ ઍવોર્ડમાં ભાગ લેવામાટે પોતાની ડિઝાઇન મલેશિયા મોકલી હતી. જયા પ્રેક્ષાની ડિઝાઇને તમામને માત આપી બીજા નંબરનો ઇન્ટરનેશનલ એવોર્ડ હાંસલ કર્યો હતો.
સુરત હીરા નગરી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાઇ રહ્યું છે ત્યારે હવે જવેલરી ક્ષેત્રે પણ હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. એવામાં પ્રેક્ષા અગ્રવાલે જે એવોર્ડ મેળવ્યો છે તેનાથી સમગ્ર વિશ્વમાં સુરતની નામના થઇ છે. તેની સાથે તેના પરિવારમાં પણ ખુશીની લહેર છવાઇ ગઇ છે. તેની માતા અનિતા અગગ્રવાલે કહ્યું કે તેમને આશા હતી કે પ્રેક્ષા ડૉકટર બનશે પરંતુ તેણે કોમર્સનો અભ્યાસ કરી બી.બી.એ કર્યું અને ત્યાર બાદ તેની ઇચ્છા હતી કે તે જવેલરી ડિઝાઇનર તરીકે આગળ વધે અને તેણે તે કરી બતાવ્યું.

(10:38 pm IST)