Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમદાવાદ મનપા દ્વારા પાર્ટી પ્લોટ અને હોલ બુકીંગ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરુ

સાત મહિના પહેલા બુકિંગ ફરજિયાત : બુકિંગ સમયે ડિપોઝીટ, સફાઈ અને ભાડાની રકમ ભરી દેવાની રહેશે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાર્ટી પ્લોટ અને હોલના બુકિંગ માટે હવે સિંગલ વિન્ડો સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેને પગલે બુકિંગ કરવામાં સરળતા રહેશે. બુકિંગ સિટી સિવિક સેન્ટરથી કે ઓનલાઈન કરી શકાશે. બુકિંગ સમયે ડિપોઝીટ, સફાઈ અને ભાડાની રકમ ભરી દેવાની રહેશે. અગાઉ આ રકમ અલગ અલગ ભરવાની હતી.

  આ ઉપરાંત સાત મહિના પહેલા બુકિંગ કરવાનું ફરજિયાત છે, જે બાદ કોર્પોરેશન દ્વારા ડ્રો કરવામાં આવશે. જેને ડ્રો લાગશે તેનો પ્રસંગ પૂરો થયા બાદ ભાડાની આપેલી રકમની યોગ્ય ગણતરી કરી જે પૈસા વધશે તે ખાતામાં જમા કરાવવામાં આવશે. સાથે જ ડ્રોમાં જેનો નંબર નહીં લાગે તેઓના નાણાં ખાતામાં જમા કરાવવામાં આવશે.

 

(10:19 pm IST)