Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રાજ્યમાં બીપીની નકલી દવા ઘુસાડવાનો પર્દાફાશ અમદાવાદની બે પેઢી પાસેથી 3 લાખની દવા જપ્ત

જયપુરની દર્શ ફાર્મા દ્વારા જથ્થો ડીસ્પેચ કરાયો ;ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી કાર્યવાહી

અમદાવાદ : રાજ્યમાં બીપીની નકલી દવાનો જથ્થો ઘુસાડવાનો પર્દાફાશ થયો છે  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બ્લડ પ્રેશરની નકલી દવાઓનું વેચાણ કરતી એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદની બે પેઢી પર રેડ કરી. 3 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. જયપુરથી દર્શ ફાર્મા દ્ગારા દવાનો જથ્થો અમદાવાદ ડિસ્પેચ કરાયો હતો.

   જૂન મહિનાથી અત્યાર સુધીમાં 12,900 સ્ટ્રીપનો દવાનો જથ્થો સપ્લાય કર્યો હતો. ગુજરાતમાં સપ્લાય થયેલી 12900 પૈકી માત્ર 2500 સ્ટ્રીપ જ જપ્ત કરવામાં આવી છે. અમદાવાની એજન્સી શારદા મેડિકલમાં 3740 અને આરાધ્યા મેડીકલમાં 9160 સ્ટ્રીપનો સપ્લાય કરવામાં આવી હતી. દેશભરમાં કંપનીએ એપ્રિલથી અત્યાર સુધી 31568 સ્ટ્રીપ વેચી છે. હજુ પણ બાકીની દવા માર્કેટમા યથાવત અથવા લોકોએ આ દવાનો ઉપયોગ કર્યો હોવાની આશંકા છે

(8:07 pm IST)