Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગ્રાન્ટનો હિસાબ નહીં આપતી શાળાના શિક્ષકોના પગાર કરાશે બંધ : જિલ્લા શિક્ષણાધિકારીના આદેશથી ચકચાર

અમદાવાદની ૫૮ જેટલી શાળાઓએ રિપોર્ટ સબમીટ કરવાની તસ્દી લીધી નથી.

અમદાવાદ:  શહેરની ૫૮ જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ સરકાર પાસેથી લીધેલી ગ્રાન્ટના નાણાંનો હિસાબ હજુ આપ્યો નથી. ૫૮માંથી મોટા ભાગની શાળાઓએ ૨૦૧૧થી ઓડીટ કરાવ્યું નથી. ન્યુ સર્વોદય હાઈસ્કૂલે ૧૯૮૭થી શાળાનું ઓડિટ કરાવ્યુ નથી.

  સરાકાર દ્રારા શાળાઓને સ્ટાફના પગારની સાથે દર વર્ષ શાળા ચલાવવા માટે નાણાં ફાળવામાં આવે છે. જે નાણાંનો હિસાબ સરકારને પરત આપવા માટે ઓડિટ રિપોર્ટ સરકારમાં જમા કરાવવાનો હોય છે.

પરંતુ શહેરની ૫૮ જેટલી શાળાઓએ રિપોર્ટ સબમીટ કરવાની તસ્દી લીધી નથી. આવી શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ ૩૧ ઓગષ્ટ સુધીમાં ઓડિટ કરાવવા આદેશ કર્યો છે

   ઓગષ્ટ પહેલા જે શાળાઓ ઓડિટ નહી કરાવે તેવી શાળાના પ્રિન્સીપાલ અને શાળાના શિક્ષકોના પગાર બધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોટા ભાગની શાળાઓએ આઠ આઠ વર્ષથી ઓડિટ કરાવ્યા નથી. ત્યારે ફરજીયાત નાણાંનો હિસાબ આપવાનો આદેશ થતા ગ્રાન્ટેડ શાળાનાં સંચાલકો દોડતા થઈ ગયા છે.

(7:52 pm IST)