Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મહુધા તાલુકાના સાપલા ગામે જુગારધામ પર રેડ પાડવા ગયેલ પોલીસની ટિમ પર જીવલેણ હુમલો: ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીથી અરેરાટી

મહુધા:તાલુકાના સાપલા ગામે જુગાર રમાઇ રહ્યો હોવાની માહિતી મળતા મહુધા પોલીસના પાંચ જેટલા જવાનો રેડ કરવા ખાનગી વાહન લઇને સ્થળ પર પહોચ્યા હતા. જ્યા પોલીસ જુગાર અંગેની કામગીરી કરે તે પહેલા જ કેટલાક ઇસમોએ સ્થળ પર પહોચેલ પોલીસની કામગીરીમાં દખલગીરી કરી પોલીસના માણસો સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી દીધી હતી. આ લોકોએ પોલીસના માણસોને ભાથીજી મંદિરમાં પુરી દઇ તેમને ગોંધી રાખ્યા હતા, અને પોલીસના માણસોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના બાબતે મહુધા પોલીસે પોલીસ પર હુમલો કરવા તેમજ પોલીસ કર્મચારીને ગોંધી રાખવા બાબતે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની બાબત છેકે સ્થાનિકો દ્વારા બે પોલીસ કર્મચારીઓને ભાથીજી મંદિરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા, જેમને બચાવવા માટે બાદમાં જિલ્લાની વધારાની પોલીસને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. જ્યા સ્થાનિક ધારાસભ્યની મધ્યસ્થીથી સમગ્ર મામલાને થાળે પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 
 

(5:43 pm IST)