Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુરતમાં મોકાની જગ્યા ઉપર કબ્જો જમાવતી લિંબાયતની ગેંગનો મુસ્તાક શેખ ઝડપાયોઃ પિસ્તોલ, કાર્તિસ, રેમ્બો છરો જપ્ત

Photo: 229593-surat-police-limbayat-gang

સુરત: સુરતમાં મોકાની જગ્યા પર કબજો જમાવતી લિબાયતની ગેંગના એક સાગરીતને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે એક પિસ્તોલ, બે કાર્તિઝ અને એક રેમ્બો છરો કબજે કર્યો હતો. હાલ સલાબતપુરા પોલીસે મુસ્તાકના 4 દિવસના રિમાન્ડ લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જો પોલીસ કેસમાં કડક પૂછપરછ હાથ ધરસે તો મોટા માથાનાઓના નામ બહાર નીકળશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

સુરતના સલાબતપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ પિસ્તોલ અને છરા સાથે કમેલા દરવાજા પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મુસ્તાક શેખ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. જેની તપાસ કરતા તેની પાસે થી એક પિસ્તોલ, બે કાર્તિઝ અને એક રેમ્બો છરો મળી આવ્યો હતો.

પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે પિસ્તોલ તેને લિબાયત મારુતિ નગરમાં રહેતા મોહસીન શાહ અને મોહમદ હાસીમ સિદ્દીકીએ 3 માસ અગાઉ આપી હતી. સુરત શહેર, સુરત જિલ્લો, રેલવે પોલીસ અને ક્રાઇમબ્રાન્ચમાં બન્ને અગાઉ ઝડપાઇ ચુક્યા છે. બન્ને શખ્સો લિબાયત વિસ્તારમાંથી ગેંગ ઓપરેટ કરે છે. સુરત શહેર, જિલ્લામાં મોકાની જગ્યા પર જબરજસ્તી કબજો કરવાનું કામ કરે છે.

3 માસ અગાઉ બન્નેએ મુસ્તાકનો સંપર્ક કરી તેને એક જમીન પર કબજો મેળવવા પિસ્તોલ અને છરો આપ્યા હતા. હાલ સલાબતપુરા પોલીસે મુસ્તાકના 4 દિવસના રિમાન્ડ લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જો પોલીસ કેસમાં કડક પૂછપરછ હાથ ધરસે તો મોટા માથાનાઓના નામ બહાર નીકળશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

(5:39 pm IST)