Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ખેડા જિલ્લામાં ધમધમતા જુદા જુદા પાંચ જુગારધામ પર પોલીસના દરોડા: 26 પત્તાપ્રેમીઓની 42 હજારના મુદામાલ સાથે ધરપકડ

ખેડા:જિલ્લામાં કુલ પાંચ ઠેકાણે સ્થાનિક પોલીસની ટીમોએ દરોડા પાડી પત્તા પાનાનો જુગાર રમતાં કુલ ૨૯ જુગારીઓને ૪૨,૦૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદના સલુણ બજાર વિસ્તારમાં આવેલ જુના ખાટકીવાડ ચોકમાં નડિયાદ ટાઉન પોલીસની ટીમે દરોડો પાડી ં મેહુલભાઈ ઉર્ફે ભજીયો નવીનભાઈ રાણા, કૌશિકભાઈ કાંતિભાઈ રાણા, મયંકભાઈ ઉર્ફે મિકેન પ્રવિણભાઈ રાણા, ધર્મેન્દ્ર ઉર્ફે જલો કાંતિભાઈ રાણા, ભાવેશ ઉર્ફે તેરેનામ ભુપેન્દ્રભાઈ રાણા અને બિપીનભાઈ ઉર્ફે પાઉચ વિષ્ણુભાઈ રાણાને રોકડા ૧૦૯૭૦ સાથે ઝડપી પાડ્યા હતા. 

(5:38 pm IST)