Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મહેસાણાના પાટણ શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારીને ચૂપ્પની અણીએ લુંટનાર ઘટનાનો ભેદ ઉકેલાયો: એલસીબીની ટીમે ગણતરીની કલાકોમાં પાંચ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી

મહેસાણા:પાટણ શહેરમાં એક્ટીવા ઉપર જઈ રહેલા આંગડીયા પેઢીના બે કર્મચારીઓને માર્ગમાં આંતરી બાઈક ઉપર આવેલા લૂંટારૃઓએ મરચાની ભૂકી નાખી રિવોલ્વરની અણી તાકી હિરા અને રોકડ મળી રૃ.૬.૬૪ લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જેની તપાસ બાદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૃ.૨,૨૧,૫૦૦ની મત્તા રિકવર કરી પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પાટણમાં આવેલ હિંગળાચાચરમાં સ્થિત વસંત અંબાલાલ આંગડીયા પેઢીના કર્મચારીઓ રાકેશભાઈ પટેલ અને ગણપતભાઈ પટેલ એક્ટીવા ઉપર હીરાના રૃ.૪.૧૨ લાખની કિંમતના ૧૫ પાર્સલ તેમજ રૃ.૨.૫૨ લાખની રોકડ ભરેલ થેલો લઈને જઈ રહ્યા હતા. તે વખતે માર્ગમાં રેલવે નાળુ પસાર કરી રહ્યા હતા ત્યારે એક બાઈક પર આવેલા બે હેલમેટ પહેરેલા અજાણ્યા સખશોએ તેમને આંતર્યા હતા અને આંખમાં મરચાની ભૂકી નાખી થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે થેલો ન છોડતાં છેવટે બાઈક સવારે આંગડીયાકર્મીના લમણે રિવોલ્વર તાકી હતી અને થેલો ઝુંટવી નાસી છૂટયા હતા. આ  ઘટના અંગે પાટણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:30 pm IST)