Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મહેસાણા જિલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: જુદા જુદા પાંચ સ્થળેથી પોલીસે 44 શકુનિઓને ઝડપ્યા: 87 હજારની રોકડ જપ્ત

મહેસાણા:જિલ્લામાં ધમધમી રહેલા શ્રાવણીયા જુગારની પ્રવૃતિઓ અંકુશમાં લેવા પોલીસની ડ્રાઇવમાં મહેસાણા, વિજાપુર, દિતાસણ અને મોતીપુરા માંથી જુગાર રમી રહેલા ૪૪ વ્યક્તિઓને ઝડપી લીધી હતા. પાંચ સ્થળોએથી પોલીસે રૃ.૮૭૬૨૦ની મત્તા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

વિજાપુરના પીઆઇ ડી.બી.મહેતા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે મળેલી બાતમી આધારે ચક્કર પો ચાલતા જુગારધામ પર રેડ પાડીને જુગાર રમી રહેલા વકાલ બહેલીમ, સબીમ રઉદમીયા શેખ, અકરમ ઇકબાલ શેખ, યુસુફખાન  પઠાણ, સાહીલ યુસુફભાઇ બહેલીમ, આશીફ પઠાણ, આફતામ કાદરભાઇ કુરેશી,ઇકબાલ હસુમીયા સૈયદ, મહંમદ જાવેદ કુરેશી, મોશીન નસીબખાન પઠાણ તેમજ આમીર નઝીર શેખની ધરપકડ કરી હતી. આ સ્થળેથી રોકડ, મોબાઇલ સહિત રૃ.૪૫૭૫૦ ની મત્તા કબજે લીધી હતી. જ્યારે વિજાપુરના મોતીપુરામાં રેડ કરીને આશીષ અમરતભાઇ પટેલ, વિપુલ અમરત પટેલ, ભાવીન ભરતભાઇ પટેલ,કીરણ મંગળભાઇ પટેલ, પ્રકાશ રામાભાઇ પટેલ અને અંકિત અરવિંદભાઇ પટેલને ઝડપી લીધા હતા. અહીથી રૃ.૪૮૫૦ ની મત્તા કબજે લીધી હતી. લાંધણજ પોલીસે દીતાસણની સીમમાં બાતમી આધારે રેડ કરી અહીં  જુગાર રમી રહેલા મૌલીક નારાયણ પ્રજાપતિ, સંજય અમરત પટેલ, મંયક મિતેષભાઇ પટેલ, લક્ષ્મણ ઉદાજી ઠાકોર, કલ્પેશ રમણજી ઠાકોર, દિનેશ માધાજી ઠાકોર, પ્રકાશ જંયતીજી ઠાકોર, દીનેશ મથુરજી ઠાકોર, રણજીત રામાજી ઠાકોર, હસમુખ કાળાજી ઠાકોર, વિષ્ણુ છગનજી ઠાકોર, રવિ કાન્તી પ્રજાપતિ, દિનેશ પ્રતાપજી ઠાકરો ઓ મુકેશ છગનજી ઠાકોરને રૃ.૧૭૮૫૦ ની મત્તા સાથે પકડી લીધા હતા. 

(5:35 pm IST)