Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બાલાસિનોરમાં 69 વર્ષીય વૃદ્ધા સાથે નરાધમે દુષ્કર્મ આચરી હત્યા કરતા લોકોએ ઝડપી પાડ્યો: કડક સજાની કરી માંગણી

બાલાસિનોર:માં ગઈ તા. ૧૭ ઓગસ્ટે ૬૭ વર્ષની એક વૃદ્ધા સાથે દુષ્કર્મ કરી હત્યા નીપજાવવાના કિસ્સામાં મહીસાગર એલસીબી, એસઓજી અને બાલાસિનોર પોલીસે ૨૨ વર્ષના આરોપીને ઝડપી લેતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. મંગળવારે જ લોકોએ રેલી કાઢી હત્યારાને પકડી કડક સજા કરવાની માંગણી કરી હતી.

ગઇ તારીખ ૧૭/૦૮/૨૦૧૯ ના રોજ બાલાશીનોર ટાઉન ગોલવાડ વિસ્તારમાં બળાત્કાર-લૂંટ તેમજ ખૂનનો ચર્ચાસ્પદ બનાવ બનેલ. જે બનાવ અંગે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો. જેમાં મરણજનાર વૃદ્ધા પોતાના ઘરે એકલવાયુ જીવન ગુજારતા અને મહોલ્લામાં ટીફીન બનાવી પોતાનું ગુજરાન ચલાવતા હોઇ જેનો ફાયદો ઉઠાવી કોઇ અજાણ્યો ઇસમ રાત્રિના સમયે ઘરમાં ઘૂસી જઇ વૃદ્ધાનો એકલતાનો ફાયદો ઉઠાવી વૃદ્ધાનું ગળુ દબાવી ઉપર બળાત્કાર ગુજારી, ઘરમાંથી દાગીના તથા મોબાઇલની લૂંટ ચલાવી મોત નીપજાવી ગુનો કરેલ જે અંગે બાલાશીનોર પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૨, ૩૭૬ એ, ૩૯૭, ૪૫૨ મુજબનો ગુનો નોંધાયેલ છે. 

(5:27 pm IST)