Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વાસંદા તાલુકાના ઉપસળમાં કોઝવે વરસાદી પાણીમાં ધોવાયો: લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી

વાંસદા: તાલુકા ઉપસળ ગામના ભેકલા ફળિયાનો કોઝવે વરસાદી પાણીમાં ધોવાતા ગ્રામજનોએ ૭થી ૮ કી.મીનો ચકરાવો લેવાનો વખત આવ્યો છે. ધોધમાર વરસાદથી કાવેરી નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે કોઝવે ધોવાઇ ગયો છે. 

ઉપસળ ગામના ભેંકલા ફળિયામાં કાવેરી નદી અને ખાટાઆંબા તરફથી આવતી બંને નદીઓ ભેગી થતાં પાણી દર વર્ષની જેમ ચોમાસામાં બંને કાંઠે વહે છે. આ વર્ષે ચોમાસામાં બંને નદીઓ ગાંડીતુર બની હતી. જેમાં ભેંકલા ફળિયામાં આવેલા કોઝવે પર પાણી ફરી વળતા બંને કાંઠે આશરે ૧૦ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. જેના કારણે ગ્રામજનો સહિત ભીનાર સદગુરુ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ ૨૦ કિલોમીટરનો અને પશુપાલકોએ રોજનાં ૭થી ૮ કિ.મીનો ચકરાવો ખાવો પડે છે. 

(5:19 pm IST)