Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બેઘર બાળકો માટે શરૂ થયેલી પોલીસની પાઠશાળામાં ભણે છે ૨૦૦ વિદ્યાર્થીઓ

અમદાવાદમાં ગુજરાત ટ્રાફિક પોલીસે ફુટપાથ પર રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ  આપવાની પહેલ લગભગ દોઢ વર્ષ પહેલાં કરી હતી. એ શિક્ષણના વર્ગોને પોલીસની પાઠશાળા નામ આપવામાં આવ્યું હતું. દોઢ વર્ષમાં આ પાઠશાળામાં ત્રણ સેન્ટર્સ થઇ ગયા છે અને લગભગ ૨૦૦ બાળકો એમાં ભણી રહયા છે. અહીં ભણનારા બાળકો અન્ય સ્કૂલમાં પણ જતા હોય છે. પોલીસની પાઠશાળામાં માત્ર મફતમાં શિક્ષણ જ નહીં ભોજન પણ આપવામાં આવે છે. સ્થાનિક ટ્રાફીક પોલીસનું કહેવું છે કે, ફુટપાથ પર રહેતા બાળકો અવારનવાર નાના મોટા અપરાધોમાં સપડાઇ જતા હોય છે. બાળકો નવરા પડીને ગુનાહિત પ્રવૃતિઓમાં ન જોતરાય એ માટે તેમને શિક્ષણ આપીને સક્ષમ કરવામાં આવે છે, જેથી તેમની જીંદગીઁ સુધરે. આ સેન્ટર્સ પર બાળકો બેઝિક અજયુકેશન મેળવે છે અને પછી તેમને અન્ય સ્કૂલોમાં પણ દાખલો અપાવાય છે.'

(4:30 pm IST)