Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુરતના માંગરોળ GIDCમાં કેમિકલના ગોડાઉનમાં પ્રચંડ આગ ભભૂકી :એક પછી એક ધડાકા ;ધુમાડાના ગોટેગોટા

ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો : ગોડાઉનમાં જૂનું ઑઇલ ફિલ્ટર કરી અને તેને ભરવામાં આવતું હતું

સુરતના ભભોરામાં એક કંપનીમાં ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી  કંપનીના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ ની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી 

કંપનીના ગોડાઉનમાં જૂનું ઑઇલ ફિલ્ટર કરી અને તેને ભરવામાં આવતું હતું જ્યાં આગ લાગી ગઈ હતી.

કંપનીમાં મોટા પ્રમાણમાં ઑઇલનો જથ્થો હતો જેમાં આગ લાગવાના કારણે એક બાદ એક ધડાકા થયાં હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમે GIDCમાં પહોંચી અને આગ બુજાવાની કામગીરી હાથ ધરી છે

(1:49 pm IST)