Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

નર્મદા ડેમમાં દર સેકન્ડે ૩પાા લાખ લીટર પાણીની આવકઃ આજે અભૂતપૂર્વ ૧૩૩.૩૩ મીટર સપાટી

ગયા વર્ષની ર૩ ઓગષ્ટે ૧૧૭.૭૦ મીટરે સપાટી હતીઃ હવે છલકાવા આડે ૪ાા મીટર બાકી

રાજકોટ તા. રર : ગુજરાત માટે અત્યંત મહત્વના નર્મદા ડેમમાં પાણીની ધસમસતી આવક થઇ રહી છે. આજે સવારની સ્થિતિએ ૧૩૩.૩૩ મીટર જળસપાટી થઇ છે. ડેમ નિર્માણ અને દરવાજા ચડાવ્યા પછીની આ અભૂતપૂર્વ સપાટી છે. દરવાજા સહિત ડેમની સપાટી ૧૩૮ મીટરની છે. આખો ડેમ છલકવા આડે હવે માત્ર ૪ાા મીટર સપાટી બાકી રહી છે. નર્મદા ડેમમાં ગયા વર્ષની ર૩ ઓગષ્ટે ૧૧૭.૭૦ મીટર જળસપાટી હતી. આજે આ સપાટી ૧૩૩.૩૩ મીટર પહોચી છે ડેમમાં સવાલાખ કયુસેકની આવક છે તે લીટરની દ્રષ્ટિએ દર સેકન્ડે ૩પાા લાખ લીટર જેટલી ગણાય છે. આવક -જાવકનું સંતુલન જાળવવા માટે વખતો વખત દરવાજા ખોલ-બંધ કરવામાં આવે છે. મધ્યપ્રદેશ તરફથી છોડાતા પાણી અને ત્યાંના ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઇ રહી છે. ગુજરાત સરકારે પાણીની આવક વધુ હોય તો પણ દર ૪૮ કલાકે મહત્તમ ૩૦ સે.મી. સપાટી વધી શકે તે રીતે પાણીની જાવકની વ્યવાસ્થા ગોઠવી છે.

(1:16 pm IST)