Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

હવે હેમંત ચૌહાણની કોંગ્રેસ નેતાઓ સાથેની તસવીરો વાયરલ

ભજનિકે કહ્યું હતું કે તેમને કોંગ્રેસ ખેસ પહેરાવે કે પછી મુસ્લિમો ટોપી પહેરાવો તો પણ તેઓ પહેરી લે, કલાકારને કોઈ પક્ષ નથી હોતો.

અમદાવાદ ;રાજ્યના સુપ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણ ભાજપના કાર્યાલય કમલમ ખાતે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપનો ખેસ પણ ધારણ કર્યો હતો. જે બાદમાં તેમણે  વીડિયો સંદેશ મારફતે પોતે ભાજપમાં જોડાયા ન હોવાનો ખુલાસો કર્યો હતો. હવે કોંગ્રેસની કોઈ ઓફિસ ખાતે અને કોંગ્રેસના નેતાઓ સાથે હેમંત ચૌહાણની તસવીરો વાયરલ થઈ છે. જોકે અમો આ તસવીરો ક્યારની છે તેની કોઈ પુષ્ટિ કરતું નથી. પરંતુ જે તસવીરો સામે આવી છે તે કોંગ્રેસ ઓફિસની હોય તેવું લાગી રહ્યું છે.

    ભાજપમાં જોડવાને લઈને રાજકારણ ગરમાતા તેમણે બપોર પછી પોતાના ઘરે પત્રકારોને સંબોધ્યાં હતા. પત્રકાર પરિષદ દરમિયાન હેમંત ચૌહાણે પોતે ભાજપમાં સક્રિય રીતે જોડાયો હોવાનો ઇન્કાર કર્યો હતો તેમજ પોતે ભજનના માણસ હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું હતું કે જો તેમને કોંગ્રેસ ખેસ પહેરાવે કે પછી મુસ્લિમો ટોપી પહેરાવો તો પણ તેઓ પહેરી લે, કલાકારને કોઈ પક્ષ નથી હોતો.

(12:45 pm IST)