Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બેરોજગારીની વિકટ સમસ્યા :અમદાવાદ મનપામાં જુનિયર ક્લાર્કની 400 જેટલી જગ્યા માટે 1,50 લાખ અરજી આવી

ત્રણ વર્ષના હંગામી ધોરણે ભરતી માટે ડોકટરો અને પીએચડી ધારકોએ પણ અરજી કરી

અમદાવાદ :રાજ્યમાં  બેરોજગારીની  કેટલી વિકટ સમસ્યા છે તેનો વધુ એક દાખલો સામે આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 400 જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે આ  400 જેટલી જગ્યા સામે 1.5 લાખ જેટલી અરજીઓ આવી છે. જુનિયર ક્લાર્ક માટેની લાયકાત સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ રાખવામાં આવી છે. પરંતુ તે માટે અરજી કરેલા અનેક અરજદારોની લાયકાત સાંભળી તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ જશે.

    જુનિયર ક્લાર્કની ભરતી માટે એમબીબીએસ કક્ષાના ડોક્ટરોથી લઇને પીએચડી ધારકો તેમજ વકીલોથી લઇને ઉચ્ચ ડિગ્રી મેળવી ચૂકેલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે. 19 હજારનું પગાર ધોરણ ધરાવતી જુનિયર ક્લાર્કની આ ભરતી ત્રણ વર્ષના હંગામી ધોરણે છે. જે બાદ કર્મચારીને કાયમી કરવામાં આવશે. પરંતુ જે રીતે ઉચ્ચ ડિગ્રી મેળવનારા લોકો ક્લાર્કની નોકરી કરવા પણ તૈયાર થઇ ગયા છે

(11:22 pm IST)