Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વડોદરામાં એક યુવતિનું વોટ્સએપ હેક થયાની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ

વડોદરા: દુનિયામાં આજે મોટી સંખ્યામાં લોકો વોટ્સ એપ વાપરી રહ્યાં છે. ત્યારે જો તમે વોટ્સ એપ વાપરતા હોવ તો તમારા માટે ખુબ મહત્વના સમાચાર છે. સૌથી સુરક્ષિત ગણાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સ એપ હેવ હેક થઇ રહ્યું છે. તેનું કારણ છે કે, હવે હેકર્સની નજર તમારા વોટ્સ એપ નંબર પર છે.

વોટ્સ એપ હેક થયાની ચર્ચાઓ ચાલી રહી હતી. તે વચ્ચે વડોદરાની એક યુવતીએ તેનું વોટ્સ એપ હેક થયાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં કરી છે. જેને લઇને હાલ પોલીસ તપાસ કરી રહી છે. પ્રકારે શહેરના જય અંબે સ્કૂલના પ્રિન્સીપાલ હેમંત દયાલવાલે પણ વોટ્સ એપ હેક થયું હોવાની પોલીસ ફરિયાદ કરી હતી અને સાથે તેમની સાથે બનેલી ઘટનાનું પણ વર્ણન કર્યું હતું. જેમાં પ્રિન્સીપાલ હેમંતના નંબરથી તેમની સાથે કામ કરતી મહિલા શિક્ષકને એક મેસેજ મળ્યો હતો જે અંગે મહિલા શિક્ષકે પ્રિન્સીપાલને પૂછ્યું ત્યારે તેમણે મેસેજ કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પ્રિન્સીપાલને વોટ્સ એપ હેક થયાની જાણકારી થતા તેમણે ફોન બંધ કરી દીધો.

જ્યારે અન્ય એક કિસ્સામાં વડોદાર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, વોટ્સ એપ હેક થયાની એક યુવતીની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં કરી હતી. જેમાં તેને કોઇ મિત્રએ વોટ્સ એપનો કોડ આપ્યો હતો. ત્યારબાદથી તે વ્યક્તિએ યુવતીનો વોટ્સ એપ નંબર વાપરવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત અન્ય લોકો પાસેથી તેમનું વોટ્સ એપ અન્ય કોઇ વ્યક્તિ વાપરતું હોય અથવા તો તેમના મેસેજ વાંચતો હોય તેવી મૌખિક ફરિયાદો પણ મળી છે. જેને લઇને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વોટ્સ એપ કંપનીને નોટિસ મોકલી જવાબ માગ્યો છે.

ત્યારે મામલે સાયબર એક્સપર્ટે જણાવ્યું હતું કે, વોટ્સ એપ હેક થવાની ઘટના હમણાં સામે આવી રહી છે. જેમાં એક સીએએ તેમનું વોટ્સ એપ હેક થયાની જાણકારી આપી, તો એક યુવતીનું પણ વોટ્સ એપ હેક કરી તેના ફોટ, મેસેજ અને મહત્વના ખાનગી ડેટા ચોરી થઇ ગયા હતા. સાયબર એક્સપર્ટે જણાવ્યું કે, વોટ્સ એપ હેક અમેરિકાની અમુક વેબસાઇટ પરથી માક્ષ 40 ડોલર એટલે કે 2800 રૂપિયામાં કરી આપવામાં આવી રહ્યું છે.

વોટ્સ એપ હેક કરી કયા કયા ડેટાની ચોરી થાય છે?

હેકર્સ વોટ્સ એપ ટ્રેકર ઓઆરજી વેબસાઇઠ પર વોટ્સ એપ નંબર નાખી હેક કરે છે. જેના હેકર્સ 40 ડોલર એટલે કે, 2800 રૂપિયા લે છે. તેમાં પણ તેઓ બે એકાઉન્ટ હેક કરાવવો તો 20 ટકા ડિસ્કાઉન્ટ અને ત્રણ એકાઉન્ટ હેક કરાવવો 30 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.

માત્ર 15 મિનિટમાં તમારું વોટ્સ એપ હેક થઇ જશે અને જેણે પણ 1 મહિના સુધી તમારુ વોટ્સ એપ હેક કરાવ્યું હશે તેને તમારા વોટ્સ એપની સંપૂર્ણ માહિતી મળતી રહે છે.

સાયબર એક્સપર્ટના જણાવ્યા અનુસાર અમેરિકાના નોર્થ બર્જન સિટીમાંથી વોટ્સ એપ હેક કરવામાં આવી રહ્યાં છે.

તમારા માટે સૌથી ચિંતાજનક વાત છે કે, તમારુ વોટ્સ એપ હેક થયા બાદ તમારા તમામ ખાનગી અને પ્રોફેશનલ મેસેજ, ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટસ હેક કરાવનાર વ્યક્તિ પાસે પહોંચી જાય છે.

હેકર્સથી બચવા માટે શું કરવું?

વોટ્સએપ નંબરનો કોડ કોઈને આપવો.

વોટ્સએપ નંબર પર -મેઈલ આઈડી પોતાનો નાંખવો.

વોટ્સએપમાં જઈ Two-Step વેરિફિકેશન ઓન કરવુ.

Chat Backup Never કરવું.

કોઈ પણ અજાણી લિંક ઓપન કરવાનું ટાળો.

મહત્વની વાત છે કે વોટ્સએપ કરોડોની સંખ્યામાં ભારતમાં લોકો વાપરે છે અને દુનિયામાં તેની સંખ્યા અબજોમાં પહોચી જાય છે. ત્યારે વડોદરા પોલીસે ગંભીરતાથી વોટ્સએપ હેકની તપાસ શરૂ કરી દીધી છે. જો તપાસમાં વોટ્સએપ હેકની વાત સાચી સાબીત થશે તો સમગ્ર દુનિયાની તમામ સાયબર એજન્સી માટે એક મોટો પડકાર સાબીત થશે.

(4:54 pm IST)