Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ભાજપના કોર્પોરેટરે ખુલ્લેઆમ ગાઇડલાઇનનો ભંગ કર્યો:વેક્સિન સેન્ટરમાં બર્થ ડેની ઉજવણી

તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપ ભીંસમાં :બોડકદેવ વોર્ડના મહિલા કોર્પોરેટર સામે કોવિડ ગાઇડલાઇનના ભંગ અંગે કેસ થશે કે નહીં

અમદાવાદ : મ્યુનિ. કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ શહેરીજનોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની સુફિયાણી સલાહ આપે છે પણ તેમના પ્રતિનિધિઓ ખુલ્લેઆમ નિયમોને નેવે મૂકી રહ્યાં છે. બોડકદેવ વોર્ડના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલના વેક્સિન સેન્ટર ખાતે ભાજપના મહિલા કોર્પોરેટર દિપ્તીબહેન અમરકોટિયાએ ભાજપના કાર્યકરના બર્થ ડેની ઉજવણી કરી હતી. 10થી 15 લોકોએ ટોળે વળીને કેક કાપી હતી. એકબીજાના કેક ખવડાવીને હતી. વેક્સિન સેન્ટરની અંદર જ ભાજપના કોર્પોરેટરે બર્થ ડે ઉજવણી કરતાં વિવાદ થયો છે. ભાજપના મહિલા કોર્પોરેટરે કોવિડ ગાઇડલાઇનનો ભંગ કર્યો છે શું તેમની સામે પોલીસ કેસની કાર્યવાહી થશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.

બોડકદેવ વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર દિપ્તીબહેન અમરકોટિયાએ આજે બોડકદેવના પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલના વેક્સિન સેન્ટર ખાતે તેમના કાર્યકર લલિત વઢવાનનો બર્થ ડે ઉજવ્યો હતો. ભાજપના કાર્યકરે વેક્સિન સેન્ટરની અંદર કેક મગાવી હતી પછી કેક કાપી હતી પછી કાર્યકરે કેક કાપીને ભાજપના મહિલા કોર્પોરેટરને ખવડાવી હતી પછી બર્થ ડેમા હાજર તમામ વ્યક્તિઓએ એકબીજાને કેક ખવડાવીને ઉજવણી કરી હતી પણ ત્યાં હાજર ડોક્ટર કે અન્ય સ્ટાફ દ્વારા કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરવા માટે તેમને ટકોર્યા પણ ન હતા.

આ સમગ્ર ઘટના એવી રીતે સામે આવી હતી કે, ભાજપના કાર્યકરે પોતાની ફેસબુક વોલ ઉપર વેક્સિન સેન્ટરની અંદર ઉજવેલા બર્થ ડેના ફોટો મૂક્યા હતા. ભાજપના કાર્યકરે મારા બર્થ ડેને ખાસ બનાવનારા તમામ લોકોનો આભાર તેવી કેપ્શન પણ લખી હતી. આ ફોટોગ્રાફ સોસિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયા હતા. વેક્સિન સેન્ટરની અંદર ભાજપના કોર્પોરેટરે કાર્યકરનો બર્થ ડે ઉજવ્યો હોવાની માહિતી સપાટી ઉપર આવી હતી પછી ચોતરફ ટિકા થવા લાગી હતી એટલે કાર્યકરે પોતાની વોલ ઉપરથી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

(12:14 am IST)