Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પાર્ટીમાં અલગ-અલગ નેતાઓને જવાબદારી હોય છે, અગાઉના કાર્યક્રમના કારણે તેઓ હાજર પણ ન રહી શકેઃ અમદાવાદના કોંગ્રેસના કાર્યક્રમમાં હાર્દિક પટેલ ન રહી શકેઃ અમદાવાદના કોંગ્રેસના કાર્યક્રમમાં હાર્દિક પટેલ ન આવતા અમિત ચાવડાનું નિવેદન

આંતરીક જુથવાદ કે અન્ય કોઇ કારણ ? જનચેતના કાર્યક્રમમાં પણ ગેરહાજર હતા

રાજકોટઃ અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ફોન જાસુસી મુદ્દે વિરોધ પ્રદર્શનક કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ગેરહાજર રહેતા અનેક સવાલો ઉઠ્યા છે.

કોંગ્રેસના કાર્યક્રમોમાં હાર્દિક પટેલની સતત ગેરહાજરીને લઇ હવે ચર્ચાઓ જોર પકડ્યું છે. કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ કોંગ્રેસના જ કાર્યક્રમમાં ગેરહાજર રહે છે. આજે યોજાયેલા રાજભવનના કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ હાજર ન હતા. અગાઉ પણ અનેકવાર હાર્દિક પટેલ નથી રહ્યા. 2 વાર રાજ્યપાલ સાથે મુલાકાત સમયે પણ હાર્દિક પટેલ ગેરહાજર હતા. અને કોંગ્રેસના જનચેતના કાર્યક્રમમાં પણ હાર્દિક ઉપસ્થિત રહ્યાં ન હતા.

ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પૂછતા તેઓએ કહ્યું, પાર્ટીઓમાં અલગ-અલગ નેતાઓને જવાબદારી હોય છે. અગાઉના કાર્યક્રમના કારણે નેતાઓ હાજર ના પણ રહે. તેઓએ કહ્યું કે નેતાઓ અલગ-અલગ ઝોનમાં કાર્યક્રમમાં વ્યસ્ત હોઇ શકે છે.

રાજ્યની રૂપાણી સરકારે પાંચ વર્ષની ઉજવણીનું આયોજન કર્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકારના ઉજવણીના નિર્ણયને લઈ નિવેદન આપતા જણાવ્યું કે, આ સરકારે એવું તો શું કર્યું છે કે જેના કારણે તેઓ ઉજવણી કરવા જઈ રહ્યા છે. રાજ્યમાં લોકો ક્યાંક એકત્રિત થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ભાજપના નેતાઓ જાહેરમાં એકત્રિત થાય, ઉજવણી કરે તો તેમને પોલીસ કંઇ નથી કરતી. આ સરકારમાં સામાન્ય પ્રજા અને ભાજપના નેતાઓ માટે અલગ-અલગ કાયદાઓ છે. આ સ્થિતિમાં છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ લાખ લોકો માર્યા ગયા છે, આરોગ્યની સ્થિતિ બદતર બની છે, શિક્ષણ અને રોજગારી પણ યોગ્ય નથી ત્યારે આ સરકાર કઈ બાબતની ઉજવણી કરવા માંગે છે એ એમણે ગુજરાત ના નાગરિકો ને જણાવવું જોઈએ.

(6:52 pm IST)