Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કાલે ગુરૂકુળમાં ઓનલાઇન ગુરૂપૂર્ણિમા મહોત્સવ

દેશ-વિદેશમાં શાખાઓ ધરાવતા સંસ્થાન દ્વારા આયોજન : સવારે ૬ વાગ્યે ઘનશ્યામ મહારાજનું પૂજન : ૯ વાગ્યે અન્નકૂટ : ૯ થી ૧૨ ગુરૂવંદના

રાજકોટ,તા. ૨૩: શ્રી સ્વામીનારાયણની અગણીત આત્માઓને ઓળખાણ કરાવી ગુરૂકુલ સંસ્કૃતિનો પુનરોદ્ધાર કરનાર ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના અનહદ ઉપકારોનાં સ્મરણ સાથે વાત્સલ્યમૂર્તિ પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા અખંડ ભગવત પરાયણ પૂજ્યપાદ જોગી સ્વામી વગેરે વડીલ સંતોએ આપણા ઉપર વરસાવેલ દયા, પ્રેમ, કરૂણા, વાત્સલ્યતા જેવા અગણીત ગુણોનું સ્મરણ, શ્રવણ, પૂજન કરી ગુરૂઋણ અદા કરવાનું મંગલ પર્વ એટલે ? ગુરૂપૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. વ્યકિત પૂજા નહીં પરંતુ ગુણની પૂજાનું, આદશોની પુજાનું આધ્યાત્મિકતાની પુજાનું આ પૂનિત પર્વ છે.ગુરૂકુળમાં ગુરૂપૂર્ણિમા આવતીકાલે શનિવારે ઓનલાઇન ઉજવાશે પૂજન-અભિષેક દર્શન કાલે સવારે ૬ વાગ્યે પરત.

શિષ્યોના હૃદયમાં ગુરૂપ્રત્યે ઉભરાતી પ્રેમ, ભકિતને પૂજન સેવા સાથે તેમના ગુણોનું ગાન અને પાન કરી આદર્શન જીવનની પ્રેરણા મેળવવાનો અનુપમ અવસર છે. પંચવર્તમાને યુકત આદર્શ સંતગુણોના ધારક અને આપણા અધ્યાત્મ જીવનના પોષક એવા પરમ પુજ્ય ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી જેવા ગુરૂનું આપણે સાનિધ્ય સાંપડ્યું છે. ત્યારે આ વખતે આપણે ઘર બેઠા ગુરૂણામ્ ઘર બેઠા ગુરૂણામ ગુરૂ ભગવાન શ્રી સ્વામીનારાયણ અને ગુરૂદેવના ભાવપૂજન,દર્શન, આર્શીવાદ સહિત અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોને સાથે ગુરૂપૂર્ણિમા મહોત્સવનો લાભ લેવા દરેક ભાવિક ભકતોને ઓનલાઇન કાર્યક્રમમાં જોડાવા હાર્દિક નિમંત્રણ છે. તેમજ ગુરૂકુળની યાદી જણાવે છે ગુરૂવંદના કાલે સવારે ૯ થી ૧૨ રાખેલ છે. અન્નકૂટ દર્શન અને આરતી પણ યોજાશે.

(11:38 am IST)