Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીના શંકાસ્પદ અકસ્માત મોતની ઘટનામાં નવસારી જિલ્લા પોલીસ વડાએ ચીખલી પોલીસ સ્ટેશનના કસૂરવાર ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા

યુવાનોના આપઘાત પ્રકરણમાં પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ વાળાને સસ્પેન્શનમાંથી બાકાત રખાતા સમગ્ર પોલીસ બેડા અને જિલ્લામાં આ મામલે ચર્ચાનો દોર શરૂ થયો છે અને આદિવાસી સમાજમાં આક્રોશની લાગણી વ્યાપી છે

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ :નવસારી જિલ્લા માટે કલંક કહી શકાય તેવી ધટનામાંજિલ્લા પોલીસ વડાએ 24 કલાકની અંદર આ આપઘાત પ્રકરણમાં કસૂરવાર ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના અંતર્ગત પૂછતાજ માટે લવાયેલા 19 વર્ષીય બે યુવાનો નું કથિત અપઘાતથી મોત થયાને લઈને સમગ્ર રાજ્યમાં હોબાળો થયો હતો.આદિવાસી સમાજે આ મામલે નિષ્પક્ષ તપાસ અને કસૂરવારો સામે પગલાં લેવાની માંગ કરી હતી. જેને પગલે જિલ્લા પોલીસ વડાએ 24 કલાકની અંદર આ આપઘાત પ્રકરણમાં કસૂરવાર ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

ચીખલી પોલીસે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બે આરોપીઓને ચોરીના ગુનાને લઈને ચીખલી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરાઈ હતી. જે અંતર્ગત 19 વર્ષીય સુનિલ પવાર અને રવિ જાદવએ સવારના પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચીખલી પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઇ હતી. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી અને કથિત આત્મહત્યાને લઇને સમગ્ર દિવસ દરમિયાન અનેક સવાલો ઊભા થયા હતા. જેમાં પોલીસ અધિકારીઓએ આદિવાસી સમાજને સતત તપાસ અને ન્યાય આપવાની માંગ કરી સમજાવ્યા હતા અને બંને મૃતક કોને માટે સુરત લઈ જવાયા હતા.
યુવાનોના આપઘાત પ્રકરણમાં પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ વાળાને સસ્પેન્શનમાંથી બાકાત રખાતા સમગ્ર પોલીસ બેડા અને જિલ્લામાં આ મામલે ચર્ચાનો દોર શરૂ થયો છે અને આદિવાસી સમાજમાં આક્રોશની લાગણી વ્યાપી છે.આ સમગ્ર મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પૂછતા તેમણે જણાવ્યું છે કે આ મામલે જો પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ ન કરાય તોઆદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે.ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના (BTTS) ના ગુજરાત પ્રદેશ મહામંત્રી પંકજ પટેલના જણાવ્યા મુજબ તમામ કસૂરવારોને સસ્પેન્ડ કરવા સાથે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એટ્રોસિટી ગુના હેઠળ ફરિયાદ દાખલ થવી જોઈએ તો જ મૃતકો અને ન્યાય મળેલો ગણાશે અમે આગામી સમયમાં રજૂઆતો અને જરૂર પડે તો આંદોલનનો માર્ગ પણ અપનાવીશું.


 

(10:08 am IST)