Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

ટ્રોમા સેન્ટરમાં દર્દીના મૃત્યુ બાદ પરિજનોએ હંગામો મચાવ્યો

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં દર્દીના મૃત્યુ બાદ પરિજનોએ હંગામો મચાવ્યો હતો. ફરી એકવખત સિવિલ હોસ્પિટલના ડોકટર્સની સુરક્ષા સામે સવાલો સર્જાય છે

જેમાં દર્દીના મૃત્યુ બાદ સગાએ ડોકટરને જોરદાર તમાચો મારી દીધો હતો. ત્યાર બાદ હોસ્પિટલમાં ભારે હંગામાનાં કારણે ઇમર્જન્સી વોર્ડના ડોકટર્સ હડતાળ પર ઉતરી ગયા છે.   

  બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારે બાબત મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા સમગ્ર દેશમાં ડોક્ટર ઉપર થતા હુમલા અંગે વિરોધ નોંધાવ્યો હતો અને હડતાલ કરી હતી.

(1:18 am IST)