Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમદાવાદની વીએસ હોસ્પિટલ ચાલુ રાખવા કોંગ્રેસના ધારાસભ્યોની રજૂઆતને મુખ્યમંત્રીનો હકારાત્મક જવાબ

કોંગ્રેસના 65 ધારાસભ્યોની સહી સાથે 12 જેટલા સભ્યોએ મુખ્યપ્રધાનને રજુઆત કરી

Alternative text - include a link to the PDF!

 

અમદાવાદની વી.એસ.હોસ્પિટલને ચાલુ રાખવા સંદર્ભે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે અમે કોંગ્રેસના 65 ધારાસભ્યોની સહી સાથે 12 જેટલા સભ્યો આજે મુખ્યપ્રધાનને રજુઆત કરવા માટે ગયા હતા

  . વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે અત્યાધુનિક સેવાઓ સાથે જૂની ઐતિહાસિક વી.એસ હોસ્પિટલ ચાલુ રાખવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે તેઓ નવી બનેલી અદ્યતન હોસ્પિટલનો વિરોધ કરી રહ્યા નથી. પરંતુ જે જૂની ગરીબોની જીવાદોરી સમાન વી.એસ.હોસ્પિટલ છે તે ચાલુ રાખવા રજૂઆત કરીએ છીએ. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી પણ રજૂઆતને યોગ્ય રીતે સાંભળીને હકારાત્મક જવાબ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

(10:50 pm IST)