Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભરૂચમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ : પાંચ દાયકા જૂની ટાંકીને જમીનદોસ્ત કરાઈ

જ્યોતિનગર પાસેની ટાંકીને તંત્ર દ્વારા સાવચેતી પૂર્વક પાડી નખાઈ

ભરૂચમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ છે જેનો વિડિઓ પણ વાયરલ થયો છે સલામતીના ભાગરૂપે  આ ટાંકી તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો.

  ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં આવેલ જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી. પાણીની ટાંકી ધરાશાયી થતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ટાંકી જર્જરિત હોવાથી તંત્રએ સલામતીના ભાગરૂપે તોડી પાડવામાં આવી હતી.

ભરૂચના મકતમપુર વિસ્તારમાં જ્યોતિનગર પાસે આવેલ અંદાજિત 50 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને સાવચેતીપૂર્વક તંત્ર દ્વારા જમીનદોસ્ત કરાઈ છે. મહત્વનું છે કે પાણીની ટાંકી ધરાશાયી થતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં ટાંકી જર્જરિત હોવાથી તંત્રએ સલામતના ભાગરૂપે તોડી પડાઇ હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા અને અવર જવર કરતા લોકો પર આ જર્જરિત ટાંકીનો ડર રહેતો હતો. ત્યારે તંત્ર દ્વારા આ ટાંકીને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

(9:51 pm IST)