Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ફોરેન્સિક સાયન્સ વૈજ્ઞાનિક તપાસનો મેળવેલો અનુભવ

અમદાવાદના સીએની નોંધપાત્ર સિદ્ધિ

અમદાવાદ, તા.૨૩ : દેશમાં સૌપ્રથમવાર આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ(સીએ) સભ્યોએ તાજેતરમાં તા. ૧૬ જુલાઈ થી ૨૦ જુલાઈ,૨૦૧૯ દરમ્યાન રોયલ મલેશિયા પોલીસ સાથેનાં સહયોગમાં મલેશિયાના કુઆલાલુમ્પુરમાં ફોરેન્સીક એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સિયલ ફ્રોડ ઈન્વેસ્ટીગેશનનાં આંતરરાષ્ટ્રીય વર્કશોપમાં ભાગ લીધો હતો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સભ્યો ફોરેન્સીક સાયન્સના એંગલથી વૈજ્ઞાનિક ઢબે અને તાર્કિક તપાસનો બહુ જ મહત્વનો અનુભવ મેળવ્યો હતો. આ માટે આ માટે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીએ પણ સહકાર આપ્યો છે. આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન સીએ ગણેશ નાદાર અને વાઇસ ચેરમેન સીએ ફેનીલ શાહે જણાવ્યું હતું કે, ચાર્ડર્ડ એકાઉન્ટ્સને ફોરેન્સીક એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સિયલ ફ્રોડ ઈન્વેસ્ટીગેશનમાં  આ પ્રકારે વૈજ્ઞાનિક ઢબે અને તાર્કિક તપાસનો અનુભવ બહુ ઉપયોગી અને માર્ગદર્શક રહ્યો. આ અનુભવના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને આવા કેસોની તપાસમાં એક નવી દિશા અને રાહ મળી છે. દેશમાં સૌપ્રથમવાર આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચની ટીમે મલેશિયાનાં કુઆલાલુમ્પુરમાં મલેશિયન પોલીસ અને એશિયાનાપોલ દ્વારા તા. ૧૬ જુલાઈથી તા.૨૦ જુલાઈ,૨૦૧૯ દરમ્યાન યોજાયેલા ફોરેન્સીક એકાઉન્ટીંગ અને ફ્રોડ ઈન્વેસ્ટીગેશનનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વર્કશોપમાં ભાગ લીધો હતો. રોયલ મલેશિયન પોલીસ કોલેજમાં યોજાયેલા વર્કશોપમાં ચાર સ્પીકરોએ મલેશિયા અને ભારતીય વાતાવરણનાં સંદર્ભમાં ફાયનાન્સિયલ ક્રાઈમ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત તેમણે ઈન્વેસ્ટીગેશન ટેકનિક, રિપોર્ટિંગ સ્ટ્રકચર, ફોરેન્સીક એકાઉન્ટીંગ અને કેસ સ્ટડી અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. આ સ્પીકરોમાં કમાન્ડન્ટ ઓફ રોયલ મલેશિયન પોલીસ ડીસીપી ડેટો યાંગ લી યુ, પ્રિન્સીપલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર શશીકલા દેવી સુબ્રમણ્યમ, સુપ્રિન્ટેન્ડન્ટ ચીન પામ કોંગ અને સીએ દુર્ગેશ પાંડે હાજર રહ્યા હતા. એશિયન પોલમાં અમદાવાદ ટીમે તેમના પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ કર્યા હતાં. તેમાં સુપ્રિન્ટેન્ડન્ટ, ડાયરેક્ટર ઓફ પોલીસ સર્વિસ જીમ વી, એસીપી ઐદાહ ઓથમાન અને તેમની ટીમનો સમાવેશ થાય છે. એશિયનપોલ સેક્રેટરીઝમાં ૧૦ એશિયાઈ દેશોના પોલીસદળનો સમાવેશ થાય છે.

(9:40 pm IST)