Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર અને રાધનપુર વન વિભાગ દ્વારા ચલવાડામાં ૧૬૦૦ વૃક્ષોનુ વૃક્ષારોપણ

પાટણ જિલ્લામાં પાણી અને પર્યાવરણને પ્રાથમિકતા આપતા જળશક્તિ અભિયાન વેગવંતુ

પાટણ જિલ્લામાં પાણી અને પર્યાવરણને પ્રાથમિકતા આપતા જળશક્તિ અભિયાનના સમર્થનમાં રાધનપુર તાલુકાના ચલવાડા ગામની સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરેલ જેમાં ચલવાડા ગામના સરપંચ ઠાકોર સરદારજી હેમતજી ગામના ખુશી અને પ્રગતિ મહીલા બચત મંડળના બહેનો ચલવાડા યુવક મંડળના યુવાન ભાઈ ઓ ફોરેસ્ટ વિભાગમાંથી ઝાલા, જયશ્રીબેન તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના ટિમ લીડર નિરપતભાઈ વર્ષાબેન ઇમામભાઈ તેમજ રાધનપુર તાલુકાના માજી ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોર રાધનપુર તાલુકા ભાજપના પ્રમુખ ભોજાભાઈ આહીર રાધનપુર તાલુકાના તાલુકા પંચાયત સદસ્ય જોરાજી ઠાકોર રાધનપુર APMC ચેરમેન અમથાભાઈ ચૌધરી  જિલ્લા પંચાયતના સિંચાઈ અને સહકાર ના પૂર્વ ચેરમેન અજમલજી ઠાકોર રાધનપુર તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ વાઘજીભાઈ ગઢવી ગામના આગેવાનો મેવાજી સતાજી ઠાકોર ,વલમાંજી ઠાકોર રબારી રાભાભાઇ  દાનસૂંગજી ઠાકોર ડેરી ના મંત્રી ઠાકોર શ્રવણભાઈ તેમજ મોટી સંખ્યા માં ગામ લોકો એ સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમ માં ૯૫ જેટલા લોકો એ હાજરી આપી  શ્રમદાન કરેલ જેના કારણે ૧૬૦૦ જેટલા વૃક્ષો નુ વાવેતર કરી પર્યાવરણ બચાવવા સાથે ચલવાડા ગામ ને હરીયાળુ ગામ બનાવવા ભગીરથ કાર્ય કરેલ છે 

 

રીલાયન્સ ફાઉંઠેશન ના માર્ગદર્શન દ્વારા ગ્રામીણ વિકાસ ના કામો મા લોકો ની ભાગીદારી થી ગામ નો વિકાસ જડપી બને અને પાણી બચાવો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ બચાવવાની સરસ કામગીરી સાથે ચલવાડા ગ્રામ પંચાયત પોતાના ગામ ને આદર્શ ગામ બનાવવા તરફ આગળ વધી રહ્યુ છે એવુ રીલાયન્સ ફાઉંડેશન ના વ્રજલાલભાઈ રાજગોર ની યાદી મા જણાવેલ,

(6:48 pm IST)