Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

આંકલાવ પોલીસે વિરકુવા ચોકડી નજીકથી સુરતના ચોરીના બાઈક સાથે એમપીના શખ્સને ઝડપી પાડ્યો

આંકલાવ: પોલીસે આજે વીરકૂવા ચોકડીએ વાહન ચેકિંગ ઝુંબેશ દરમ્યાન એક બાઈક નંબર એમપી-૬૯, એમએ-૭૯૦૮નું આવી ચઢતાં પોલીસે શંકાને આધારે બાઈક સવારને અટકાવીને બાઈકની માલિકીના પુરાવા અને કાગળીયાઓની માંગણી કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. 

જેથી તેને પોલીસ મથકે લાવીને નામઠામ પુછતાં તે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગોંગલપુર ગામે રહેતો કેશુ નવલસિંહ કલેશ હોવાનું ખુલવા પામ્યું હતુ. બાઈક અંગે તેની વિસ્તૃત પુછપરછ કરતાં આ બાઈક તેણે એકાદ વર્ષ પહેલાં સુરતના કપોદરા પોલીસ મથકની હદમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેથી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

(5:55 pm IST)