Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

તારાપુરની મોટી ચોકડી નજીક અપશબ્દો બોલવા બાબતે હત્યાનો પ્રયાસ કરનારને અદાલતે 5 વર્ષની સજાની સુનવણી કરી

તારાપુર: મોટી ચોકડી ખાતે વર્ષ પહેલાં ગાળો બોલવાની બાબતે એકને ગળાના ભાગે ધારીયું મારીને જીવલેણ ઈજાઓ પહોંચાડનાર શખ્સને આણંદની કોર્ટે તકશીરવાર ઠેરવીને પાંચ વર્ષની સજા અને કુલ ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો હતો.દંડની રકમમાંથી સાત હજાર ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ચાંગા ગામના પરંતુ હાલમાં તારાપુર મોટી ચોકડીએ રહેતા સલીમશા અકબરશા દિવાન ગત --૨૦૧૪ના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે પોતાની પત્ની અને બાળકો સાથે ઘરની બહાર બેઠા હતા ત્યારે નજીકમાં રહેતા ગોવિંદભાઈ મેલાભાઈ ચૌહાણ (ઠાકોર) બિભત્સ ગાળો બોલવાનું ચાલુ કરતાં સલીમશાએ ગાળો બોલવા બાબતે ઠપકો આપી ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલા ગોવિંદભાઈ ઘરમાંથી ધારીયું લઈને દોડતા આવી મારી નાંખવાના ઈરાદે ધારીયુ માથામા મારવા જતાં સલીમશા નીચે નમી જતાં ધારીયું ગળાના ભાગે વાગતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. દરમ્યાન આસપાસના લોકોએ વચ્ચે પડીને વધુ મારમાથી છોડાવ્યો હતો

(5:55 pm IST)