Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કઠલાલ તાલુકાના ભાનેરમાં પુત્રીએ પ્રેમ લગ્ન કરતા પિયરિયાઓએ બળજબરી પૂર્વક અપહરણ કરતા યુવતીએ ફરિયાદ નોંધાવી

કઠલાલ: તાલુકાના ભાનેરમાં માસીને ઘરે રહેતા દંપતીને યુવતિના ઘરવાળાઓએ શોધી કાઢી યુવકની ગેરહાજરીમાં યુવતીને જબરજસ્તીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી જનાર યુવતીના પિયરીયાઓ વિરુદ્ઘ યુવકે કઠલાલ પોલીસમાં ફરિયાદ આપી છે

માહિતી મુજબ ખેડા તાલુકાના કરોલી ગામમાં રહેતા કેવલ પટેલ હાલ ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરે છે. તેઓ ધો.૧૧માં ભણતા હતાં તે વખતે તેમના ક્લાસમાં અભ્યાસ કરતી વૃષ્ટિબેન વેલાણી (રહે. મૂળ - કચ્છ, હાલ રહે. મુંબઈ)ના પ્રેમમાં પડ્યા હતાં. પ્રેમસંબંંધ આગળ વધતાં કેવલ-વૃષ્ટિએ ગત તા. જૂન ર૦૧૯ના રોજ ચાંગા મુકામે કોર્ટ મેરેજ કર્યા હતાં. લગ્નને લઈ કેવલના માતા-પિતા રાજી હતાં પરંતુ વૃષ્ટિના માતા-પિતા તેમજ કાકા-મામાને લગ્ન મંજૂર હતાં. જેથી વૃષ્ટિના સગાસંબંધીઓ ઝઘડો કરવા આવશે તેવા ડરથી કેવલ પત્ની વૃષ્ટિને લઈ કઠલાલ તાલુકાના ભાનેર ગામમાં રહેતા માસી રેખાબેનના ઘરે ગયાં હતાં. જેની જાણ વૃષ્ટિના પરિવારજનોને થતાં વૃષ્ટિના મામા હરેશભાઈ છાભૈયા, કાકા અરવિંદભાઈ વેલાણી તથા તેમની સાથે અન્ય માણસોને લઈ ભાનેરમાં રહેતા કેવલભાઈના માસી રેખાબેનના ઘરે જઇને અમારી દીકરી વૃષ્ટિ અમને સોંપી દો નહિ તો જોયા જેવું થશે તેમ કહેતાં કેવલભાઈના માસી રેખાબેને જણાવ્યું હતું કે, બંનેએ લગ્ન સંમતિથી કર્યા છે. તેમ છતાં જો તમારી દીકરી વૃષ્ટિ તમારી સાથે આવવા ખુશ હોય તો લઈ જવા જણાવ્યું હતું. જોકે વૃષ્ટિએ જવાની ના પાડી દીધી હતી

(5:48 pm IST)