Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગળતેશ્વરના વનોડા ગામે કૌટુંબિક ભાઈએ સગીર બહેન પર જાતીય અત્યાચાર ગુજારતા અદાલતે આજીવન કેદની સુનવણી કરી

ગળતેશ્વર: તાલુકના વનોડા ગામમાં કૌટુંબીક ભાઈએ પોતાની અડધી ઉંમરની સગીર બહેન પર એક વર્ષ અગાઉ જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. કેસમાં નડિયાદ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. પોકસોના ગુનામાં આજીવન કેદની સજાનો ચુકાદો નડિયાદમાં ઐતિહાસિક ચુકાદો બની ગયો છે

 


અંગે મળતી માહિતી અનુસાર ગળતેશ્વર તાલુકાના વનોડા ગામમાં ભરગર ફળિયામાં રહેતો રમેશભાઈ અમરભાઈ ભરગર (ઉં.. ૩૫)ના મગજમાં તેના વિસ્તારમાં રહેતી અને કૌટુંબિક રીતે બહેન થતી ૧૭ વર્ષીય કિશોરી વસી ગઈ હતી. પોતે પરિણીત અને એક બાળકનો પિતા હોવા છતાં તે કૌટુંબિક બહેન ગણાતી કિશોરીને ભોગવવા મોકાની તલાશમાં હતો. ગત તા. ૩૧//૧૮ના રોજ સાંજે સાડા સાત કલાકે રમેશે કિશોરીને પોતાની સાથે ખેતરમાં આવવા જણાવ્યું હતું. પરંતુ કિશોરી રમેશની દાનત પારખી ગઈ હોઈ તેણીએ રમેશ સાથે ખેતરમાં આવવાની ના પાડી દીધી હતી. જેથી રમેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને કિશોરીને પકડી તેણીનું મોંઢુ દબાવી કહ્યું હતું કે તું બૂમો પાડીશ તો તને મારી નાખીશ તેમ કહી ખેતરમાં ખેંચી જઈ એક ખેતરમાં તેની મરજી વિરુદ્ઘ જાતિય અત્યાચાર ગુજારી રમેશ ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે કિશોરીની માતાએ સેવાલિયા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી

(5:46 pm IST)