Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમરોલીમાં પેટ્રોલ પંપ વિસ્તારમાં ઘરમાં ઘુસી ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

અમરોલી: શહેરના જલારામ પેટ્રોલ પંપ વિસ્તારમાં આવેલા પરિવાર એપાર્ટમેન્ટમાં રહેતી શિક્ષીકા સેજલ સુજલ પટેલ ગત રોજ સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં પુત્રને મુકવા માટે પતિ ગયા હતા ત્યારે ઘરમાં સુતેલી હતી. પતિ ઘરના દરવાજાને બહારથી લોક કરીને ગયા હતા તે દરમ્યાન ઘરમાંથી અવાજ આવતા સેજલ જાગી ગઇ હતી પરંતુ તે કંઇ સમજે તે પહેલા બુકાનીધારી એક યુવાન ચપ્પુની અણીએ સેજલને બાનમાં લઇ ચિલ્લાના નહિ, અવાજ મત કરના ચુપચાપ બૈઠના તેમ કહી ડરાવી ધમકી હતી. જો કે ત્યાર બાદ અન્ય બે યુવાનો પણ બેડ રૃમમા ઘસી આવ્યા હતા અને કહ્યું હતું કે અબ્દુલ ઔર ફૈઝલ ઉસ કો મારના નહિ હૈ અપને કો જો લેના હૈ વો લેકે ચલે જાયેગેં એમ કહી સોના-ચાંદીના દાગીના મળી .૮૦ લાખની મત્તાના દાગીના લુંટી બેડરૃમનો દરવાજો બહારથી બંધ કરી લુંટારૃઓ ભાગી ગયા હતા.

(5:45 pm IST)