Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વડોદરામાં ઝઘડાની અદાવત રાખી પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કરતા અરેરાટી

વડોદરા:પુત્ર સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી તેના પિતા પર તલવારથી હુમલો કરનાર યુવક સામે સિટિ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે મોટી છીપવાડમાં રહેતા કનુભાઈ ગોવિંદભાઈ રાજપૂત ચ્હાની લારી ચલાવે છે. ગત રાત્રે પોણાબાર વાગ્યે જૂનીગઢીમાં રહેતો ઉમંગ જગદીશભાઈ કહાર એકટીવા લઈને કનુભાઈના ઘરે આવ્યો હતો. અને તેમના પુત્ર રવિ વિશે પૂછીને બિભત્સ ગાળો બોલતો હતો. જેથી કનુભાઈએ ઉમંગને ગાળો બોલવાની ના પાડી હતી. ઉમંગે ઉશ્કેરાઈને તલવાર વડે કનુભાઈને ઈજા પહોંચાડી હતી. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતાં આરોપી ભાગી ગયો હતો. અને જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી ગયો હતો.

(5:45 pm IST)