Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વડોદરા: વાહનોના ચેકીંગ દરમ્યાન પોલીસે 20 દિવસમાં 915 ચાલકોને 287 લાખનો દંડ ફટકારાયો

વડોદરા:પ્રદુષિત ધુમડો કાઢતા વાહનોના ચેકિંગ દરમિયાન ૨૦ દિવસમાં ૯૧૫ વાહનચાલકોને .૮૭ લાખ રૃપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

અંગેની વિગત એવી છે કે શહેરમાં ફરતા વાહનોમાંથી ઝેરી અને પ્રદૂષિત ધુમાડા નિકળવાના કારણે વાતાવરણ દૂષિત થાય છે. જેથી વાહનો માટે પી.યુ.સી. સર્ટિફિકેટ લેવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. પરંતુ કેટલા વાહનચાલકો પી.યુ.સી. સર્ટિફિકેટ લેતા નથી. જુલાઈ મહિના દરમિયાન ટ્રાફિક પોલીસે પીયુસી અંગેની ખાસ ડ્રાઈવ યોજી હતી. જે ડ્રાઈવ  દરમિયાન સાત સ્થળોએ વાહનોના પી.યુ.સી. ચેક કરવા માટેની ટીમો બનાવવામાં આવી હતી. જે ડ્રાઈવ દરમિયાન ટુ વ્હીલર , થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતુ. કુલ ૯૧૫ વાહન ચાલકોને પી.યુ.સી. સર્ટીફિકેટ નહી હોવાના કારણે દંડ ખરવામાં આવ્યો હતો. અને વાહનચાલકો પાસેથી ,૮૭,૭૦૦ રૃપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

(5:44 pm IST)