Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વડોદરા નજીક દુમાડમાં અફડાતફડી મચાવનાર મગરને ભારે જહેમત બાદ પાંજરે પૂરતા લોકોએ રાહતના શ્વાસ લીધા

વડોદરા: નજીકના દુમાડ ગામે છેલ્લા એક સપ્તાહથી ભારે ઉત્પાત મચાવનાર મગર પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

દુમાડ ગામના મોટા તળાવમાં છેલ્લા કેટલાક સમયથી બે મહાકાય મગરો જોવા મળતા હતા. જે પૈકી એક મગર ગામના નાના તળાવમાં આવી ગયો હતો અને તેણે ગામના રહેણાંક વિસ્તારોમાં જઈ બતક, મરધા અને કૂતરાનો શિકાર કરવા માંડ્યો હતો. જેને કારણે ગ્રામજનોમાં ભારે ભયની લાગણી વ્યાપી હતી.

(5:43 pm IST)