Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમદાવાદ:ચાંદખેડામાં મધ્ય રાત્રીએ ચપ્પુની અણીએ શખ્સ પાસેથી તસ્કરોએ 10.62 લાખની મતાની તફડંચી કરી

અમદાવાદ:પોલીસના નાઈટ પેટ્રેલિંગના દાવા વચ્ચે ચાંદખેડામાં મોડી રાત્રે સશસ્ત્ર ટોળકી મોઢા પર રૃમાલ બાંધીને કન્સ્ટ્ર્કશન સાઈટ પર ત્રાટકી હતી. આરોપીઓે વોચમેનને ધાબળો ઓઢાડીને ચાકુની ધાક બતાવીને સાઈટની ઓફિસનું તાળુ તોડીને નળ ફીટીંગ તથા અન્ય સામાન મળીને ૧૦.૬૨ લાખની લુંટ ચલાવી હતી. આરોપીઓ સામાન ટેમ્પોમાં ભરીને ભાગી ગયા હતા. ચાંદખેડા પોલીસે અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ ચાંદખેડામાં રહેતા પંકજભાઈ બી.નાયકની ચાંદખેડામાં વૃદાવન પર્લ- નામની સાઈટનું કામકાજ ચાલી રહ્યું છે. જેમાં તેમણે કન્સ્ટ્ર્કશનનો સામાન અહીંની ઓફિસમાં રાખ્યો હતો. સાઈટ પર નાઈટ વોચમેન તરીકે ઈશુભા જે.સોલંકી કામ કરતા હતા.

(5:43 pm IST)