Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમદાવાદના નવરંગપુરામાં ભેદી સંજોગોમાં બે પોલીસ કોન્સ્ટેબલ ગૂમ થતા અરેરાટી

અમદાવાદ:નવરંગપુરમાં નોકરી કરતા જીગર સોલંકી અને કૌશલ ભટ્ટ નામના બે કોન્સ્ટેબલ ત્રણ દિવસથી રહસ્યમય રીતે ગુમ થયા છે. એસીપી, પીઆઇ અને બે વહીવટદાર દ્વારા ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષપ કરતી સ્યુસાઇડ નોટ લખીને જતા રહ્યા હતા. બનાવ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બન્ને કોન્સ્ટેબલોએ દમ મારીને એક યુવક પાસેથી બે લાખનો તોડ કર્યો હતો જેની ઇન્કવાયરી કરતાં તેઓએ પીઆઇ સામે તોડ કરવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. સોલા અને ઘાટલોડિયા પોલીસે ગુમની નોધ કરીને તેઓની શોધખોળ હાથ ધરી છે.

નવરંગપુરમાં નોકરી કરતા અને ઘાટલોડિયા કે.કે.નગર પાસે કાંતિપાર્ક સોસાયટીમાં રહેતા જીગર જીતેન્દ્રભાઇ સોલંકી અને થલતેજ વિસ્તારમાં બ્રહ્મવાસ ખાતે રહેતા કૌશલ મહેન્દ્રભાઇ ભટ્ટ તા.૨૦ જુલાઇના રોજ સાંજે ગુમ થયા હતા. જતા પહેલા બન્ને કોન્સ્ટેબલે સ્યુસાઇટ નોટ લખી હતી કે તેઓ નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ ડયુટીમાં ફરજ બજાવતા હતા. જીગર સોલંકીએ ચિઠ્ઠીમાં લખ્યું છે ગત તા. ૧૦ના રોજ પેટ્રોલિંગ દરમિયાન નવરંગપુરા પોલીસ ઇન્સ્પેકટર પી.બી.દેસાઇને વહીટદાર જયેશ દેસાઇ અને દેવસી દેસાઇ રૃપિયા લઇને દારુના સ્ટેન્ડ ચલાવતા હોવાના આક્ષેપ કરતી જાણ કરી હતી તે બદલની અરજી કરી હતી જે પરત ખેચી લેવા માટે પીઆઇએ શાંતિથી નોકરી કરો બાકી બદલી થઇ જશે એટલું નહી ખોટા કેસમાં ભરાવી દેવાની ધમકી આપી હતી. જેથી શારિરીક માનસીક ત્રાસથી હેરાન થતા હોવાથી જીવવા માંગતા નથી.

(5:42 pm IST)