Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સુરતના વેપારીને ડોન છોટા શકિલના ખાસ માણસ દ્વારા ધમકી મળતા ખળભળાટ

સુરત :એક સમયે અંડરવર્લ્ડનો સીધો સકંજો ગુજરાતના આર્થિક પાટનગર સમાન સુરત શહેર પર હતો. જોકે પોલીસની કડક કાર્યવાહીને કારણે એક તબ્બકે સુરતમાં શાંતિનો માહોલ હતો, પરતું છેલ્લા કેટલાક સમયથી ફરી એક વખત અંડરવર્લડની અલગ અલગ ગેંગ સુરતના ઉદ્યોગકારો પાસે ખંડણી માંગી રહી છે. ત્યારે સુરતના એક વેપારીને દૂબઈથી અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સાગરિતે દોઢ કરોડ રૂપિયાની ખંડણી માટે ફોન પર ધમકી આપતા વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતમાં વેપાર કરતા વેપારીને પોતાના મિત્ર અહેમદ રઝા નામના વેપારી પાસેથી વેપારના 10 લાખ 2016ના વર્ષથી લેવાના છે. રઝા પોતે છેલ્લા કેટલાક સમયથી સુરત છોડીને દૂબઈમાં રહે છે. થોડા દિવસ પહેલા રઝાએ સુરતના વેપારીને ફોન કરીને કહ્યું કે, તે સુરત આવવા માંગે છે. વેપારીએ કહ્યું કે, ‘સુરત આવે તો મને શું વાંધો, પરંતુ સુરત આવે એટલે જે ઉધાર રૂપિયા 10 લાખ લીધા હતા, તે પરત આપી દેજે.’ ત્યારે રઝાએ વેપારીને કહ્યું હતું કે, ‘મારે તેને કોઈ રૂપિયા આપવાના થતા નથી. અંગે મારી સાહેબ સાથે વાત પણ થઈ ગઈ છે.’ અહેમદ રઝાની વાત સંભાળી સુરતના વેપારીએ કહ્યું કે, ‘કયા સાહેબ સાથે શું વાત થઈ છે.’ તો સામે જવાબમાં

રાજાએ કહ્યું હતું કે, ‘તેને ફોન આવી જશે એટલે તું સમજી જશે.’

થોડા સમય પછી સુરતના વેપારીને એક અજાણ્યા નંબરથી કોલ આવે છે. કોલ કરનાર વ્યક્તિ પોતાને છોટા શકીલનો ખાસ ગણાતો ફઈમ મચમચ ગણાવે છે. ફઈમ સાથે અહેમદ રઝા પણ ફોન પર વાત કરે છે, બંનેએ વેપારીને ધમકી આપતા કહ્યું, ‘10 લાખ ભૂલી જાવો. સુરતમાં બહુ રૂપિયા કમાયા છો, દોઢ કરોડ આપી દો, જો 3 દિવસમાં નહીં આપે તો તને પતાવી દઈશું.’

સુરત શહેર પોલીસે મુદ્દે હાલ કંઈ પણ બોલવાની ના પાડી રહી છે. જોકે સુત્રોનું કેહવું છે કે, પોલીસે ગુપ્ત ફરિયાદ લઈને આરોપી છોટા શકીલ, ફઈમ મચમચ, અહેમદ રઝા વિરુદ્ધ ખંડણી અને ધમકીની તપાસ શરૂ કરી છે. અંગે વેપારીએ પોલીસને મળી રજૂઆત કરી હતી. જેથી ફરિયાદ પહેલા આરોપી અહમદ રઝા વઘારિયાની મુંબઈ પોલીસની મદદથી મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી હતી. અહમદ રઝા મૂળ સુરતનો છે.

(5:41 pm IST)