Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સુરતના પાંડેસરા વિસ્તારમાં બીજામાળેથી પટકાતા 10 માસના માસુમ બાળકનું મોત

દાદા દાદીના ઘરે પલંગ પર રમતા બારી પાસે ગયેલો બાળક સંતુલન ગુમાવતા નીચે પટકાયો

સુરતના પાંડેસરાના અપેક્ષા નગરમાં બીજા માળે થી પટકાતા ૧૦ મહિનાના બાળકનું મોત નીપજ્યું છે.

  આ અંગેની વિગત મુજબ સુરત પાંડેસરા વિસ્તારના  અપેક્ષા નગરમાં રહેતો જ્ઞાનેશ્વરભાઈ પાટીલ લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો દસ મહિનાનો પુત્ર જયેશ તેવોના ઘર નજીક બીજા માળે રહેતા દાદા દાદીના ઘરે પલંગ પર રમતો હતો. પલંગ બારીની અડીને હોવાથી માસુમ જયેશ રમતા રમતા બારી નજીક પહોંચી ગયો હતો. હજી તો બેસતા શીખેલો જયેશ બારી નજીક પલંગ પર બેઠો હતો. દરમિયાન તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તે બારી તરફ ગયો હતો.

  બારી ખુલ્લી હોવાથી તે બીજા માળેથી નીચે પટકાયો હતો. માસુમ જયેશ નીચે પટકાયો હોવાની જાણ થતા પરિવાર નીચે દોડી ગયો હતો જયેશને ગંભીર રીતે ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ ટૂંકી સારવાર દરમિયાન જયેશ નું મોત નીપજ્યું હતું બનાવની જાણ પાંડેસરા પોલીસ ને થતા પોલીસે અકસ્માત ની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:53 pm IST)