Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ઓક્ટોબરમાં ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટાચૂંટણી

ગુજરાત સાથે મહારાષ્ટ્ની પેટ ચૂંટણી યોજાય તેવી શકયતા : અલ્પેશ ઠાકોરની બેઠક અંગે અટકળ

અમદાવાદ :આગામી ઓક્ટોબરમાં  ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ શકે છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની એક સાથે પેટાચૂંટણી યોજાય તેવી શક્યતા છે.   

  અત્રે ઉલેલ્ખનીય છે કે ગુજરાત વિધાનસભાની રાધનપુર, બાયડ, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, મોરવાહડફ, લુણાવાડા વિધાનસભા બેઠક પર પેટા ચુંટણી યોજાવવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય માહોલ ગરમાવો છે.

  તાજેતરમાં જ કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહના રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક અટકળો થઈ રહી છે. અલ્પેશને ફરીવાર રાધનપુરથી ટિકિટ મળે છે કે નહિ તે જોવુ રહ્યું.

(4:25 pm IST)