Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અંકલેશ્વરના મહાવીર શોપિંગ સેન્ટરની ફરીવાર છત ધરાસાયી

પાલિકા તંત્રની બેદરકારી સામે ઉઠતા સવાલ : કોઈ દુકાન ખુલી નહીં હોવાથી દુર્ઘટના ટળી

અંકલેશ્વર : શહેરના મહાવીર  શોપિંગ સેન્ટરની ફરીવાર છત ધરાશાયી થઇ છે આ શોપિંગ સેન્ટર 40 વર્ષ જૂની બિલ્ડીંગ હોવાથી આવી ઘટના વારંવાર બને છે ત્યારે આજે ફરીવાર આ શોપિંગ સેન્ટરની છત ફરી પડી હતી.મહાવીર શોપીંગ સેન્ટરમાં છત પડવાની ઘટના બીજીવાર બની છે.આ ઘટનાને લઈને અંકલેશ્વર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે એવી લોકચર્ચાઓ ચાલી રહી છે.શુ તંત્ર સુરતમાં બનેલ તક્ષશિલા જેવી ઘટનાની રાહ જુએ છે એવી એવી લોકચર્ચાઓ શરૂ થઈ છે.સદનસીબે આ બનાવ વહેલી સવારે બનતા કોઈ દુકાન ખુલ્લી ના હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી

(2:22 pm IST)
  • અહેમદભાઇના કેસમાં અમીત ચાવડાની હાઇકોર્ટમાં જુબાની : અહેમદભાઇ પટેલ સામેની હાઇકોર્ટમાં થયેલ ચુંટણી રીટ પીટીશનમાં આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આજે જુબાની લેવાની તૈયારીઃ ભાજપના બળવંતસિંહ રાજપુતે અહેમદભાઇના રાજયસભામાં થયેલ વિજયને હાઇકોર્ટમાં પડકારેલ છેઃ અહેમદભાઇ પટેલ- અર્જુનભાઇ મોઢવાડીયા-પરેશ ધાનાણી સહિત ઢગલાબંધ નેતાઓના નિવેદનો લેવાઇ ચુકયા છે. access_time 4:51 pm IST

  • જૂનાગઢ કોર્પોરેશનમાં કમળ ખીલ્યું : ભાજપનો જયજયકારઃ ભવ્ય વિજયી access_time 10:46 am IST

  • જામનગરના સિક્કામાં જીએસએફસી દ્વારા દિવાલ બનાવતા ગ્રામજનોનો વિરોધ : ઘર્ષણ : સોમવારે ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, હુમલો થતા હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા access_time 5:47 pm IST