Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગુજરાતના ૧૧૪ તાલુકાઓમાં અઢી ઇંચ સુધીનો વરસાદ

અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી-ઉકળાટઃ કાળાડીંબાગ વાદળો છવાયા

વાપી, તા. ર૩ : મેઘરાજાના વિરામ અને મહેર વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૩૧ જીલ્લાના ૧૧૪ તાલુકાઓમાં ઝરમરથી રાા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

વાતાવરણમાં સર્જાયેલ સીસ્ટમ્સને પગલે છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે, જેને પગલે પાકના પાણી ઉપરાંત પીવાના પાણીની સમસ્યામાં ફાયદો થશે તેવી આશાએ નવી ચેતના જગાવી છે.

રાજયના અનેક વિસ્તારોમાં મેઘરાજાના ડોળ વચ્ચે કાળઝાળ ગરમી એ સૌથી અકળાવ્યા છે. જાણે ચોમાસુ નહીં, પરંતુ ઉનાળો ચાલતો હોય તેવી સ્થિતિ જણાઇ રહી છે. ગરમીના પારાને હદ વટાવી છે. બફારો અને ગરમી વચ્ચે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ચૂકયા છે.

ફલક કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડામાં દ.ગુજરાત પંથકના ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૧૧ મીમી, ભરૂચ ર૮ મીમી, નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ગરૂડેશ્વર ૧૯ મીમી, સાગબારા ર૧ મીમી, તો તાપી જીલ્લાના તાલુકાઓમાં ઉચ્છલ-સોનગઢ ર૯ મીમી, વાલોવ રર મીમી અને વ્યારા માત્ર ૧ર મીમી વરસાદ નોંધાયેલ છે.

સુરત જીલ્લાના તાલુકાઓમાં પલસાણા ૧૪ મીમી, તો નવસારી જીલ્લાના તાલુકાઓમાં ખેરગામ ૧ર મીમી, વાસદા ૩પ મીમી, વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૧૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારને જોઇએ તો અહીં પાટણ જીલ્લાના તાલુકાઓમાંપાણ ૪૭ મીમી, તો અરવલ્લી જીલ્લાના તાલુકાઓમાં મેઘરજ ૧૦ મીમી નોંધનીય વરસાદ નોંધાયેલ છે.

જયારે પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારને તો અહીં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સીટી ૧ર મીમી, સાણંદ ૪ર મીમી, વિરમગામ ૧૧ મીમી, તો ખેડા જીલ્લાના તાલુકાઓમાં મહધા ૪૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

છોટાઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ૩૮ મીમી અને નસવાડી ર૭ મીમી, તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં મોરવા હડફ ૧પ મીમી, સેહરા ૧૩ મીમી તથા દાહોદ જીલ્લાના તાલુકાઓમાં લીમખેડા ૧૦ મીમી અને સાંજેલી ૩૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે સવારે ૧૧ કલાકે રાજયભરમાં કયાંક કાળઝાળ ગરમી તો કયાંક ઘેરાયેલુ વાતાવરણ છે, પરંતુ મેઘરાજા ગાયબ જણાય છે.

(1:16 pm IST)