Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

૨૬ જુલાઈ પછી વરસાદ વધુ જામશે

૫ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશેઃ અમદાવાદમાં ૦ાા ઈંચઃ ઉસ્માનપુરામાં ૨ ઈંચઃ ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો સંભવ : ગીર સોમનાથ - જૂનાગઢ - નવસારી - વલસાડ - દાદરાનગર હવેલી - દમણમાં આજે સારો વરસાદ ખાબકશે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે લાંબા વિરામ બાદ અમદાવાદમાં ગઈકાલે મોડી સાંજે વરસાદનું ધમાકેદાર આગમન થતાં લોકોએ રાહત અનુભવી હતી. જેમાં અમદાવાદમાં સરેરાશ અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. ઉસ્માનપુરા વિસ્તારમાં સૌથી વધુ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, અપર એર સાયકલોનિક સકયુલેશન સક્રિય થતાં આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આગામી ૫ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું હોવાનું પ્રસિદ્ધ થયુ છે.

હવામાન વિભાગે આગામી ૫ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાયકલોનિક સરકયુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે. ૨૬ જુલાઈ બાદ વધુ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ઉત્ત્।ર-મધ્ય મહારાષ્ટ્ર અને મધ્ય રાજસ્થાનમાં સાયકલોનિક સિસ્ટમ્સ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સાબરકાંઠા, પાટણ સહિત ઉત્ત્।ર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્યણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડે તેવી પણ સંભાવના છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજયમાં વરસાદી માહોલ થશે.(૩૭.૫)

(12:05 pm IST)